ગુજરાતના ૨૬ તારીખથી વરસાદની આગાહી બાદ જે રીતે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, ત્યારે ભાવનગર જિલ્લામાં બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ પણ વરસાદ સતત યથાવત રહ્યો છે. ૨૭ તારીખ બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ રોજ સતત વરસતો રહ્યો છે, ત્યારે ૩૧ ઓક્ટોબરની રાત્રે પણ ધોધમાર વરસાદ મોડી રાત્રે વરસ્યો હતો, તેની સીધી અસર જનજીવન અને ખેતી ઉપર પડી છે. ભાવનગર જિલ્લામાં ૨૬ ઓક્ટોબરથી શરૂ થયેલો વરસાદ હજી પણ યથાવત છે, ત્યારે ૩૧ ઓક્ટોબરના રોજ પણ મોડી રાત્રે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. દિવસ દરમિયાન છૂટાછવાયા વાદળો વચ્ચે વરસાદ વરસ્યા બાદ મોડી રાત્રે ૧૨ કલાક બાદ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. તંત્રના ચોપડે રાત્રીના બાર થી બે કલાકની વચ્ચે ૧૦મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જા કે સમયાંતરે વરસતા વરસાદને પગલે લોકોને છત્રી અને રેઈનકોટનો સહારો લેવો પડ્યો છે.ભાવનગર શહેરમાં વ્યવસાયકારો અને ધંધાર્થીઓને સમયાંતરે વરસાદને પગલે રેઈનકોટ છત્રી અને પોતાના માલ સામાનને સાચવવા તાડપત્રીઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં રાત્રીના ધોધમાર વરસાદ બાદ પણ વહેલી સવારમાં શાકભાજીની માર્કેટ ખુલેલી જાવા મળી હતી. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારે કમોસમી વરસાદ વચ્ચે શાકભાજીની હરાજી થઈ હતી. જા કે સમગ્ર યાર્ડમાં વરસાદના પગલે પાણી અને કિચડનું સામ્રાજ્ય જાવા મળ્યું હતું. ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી સતત વરસી રહેલા વરસાદ હવે ચાર આંકડામાં પહોંચી ગયો છે, તંત્રના જણાવ્યા પ્રમાણે જાઈએ તો સિઝનનો કુલ વરસાદ વલભીપુરમાં ૧૦૯૩ સ્સ્, ઉમરાળા ૧૦૮૮ એમએમ,ભાવનગર ૮૯૩ એમએમ, ઘોઘા ૭૩૯ એમએમ, સિહોર ૧૪૦૦ એમએમ, ગારીયાધાર ૭૭૩ એમએમ,પાલીતાણા ૯૨૧ એમએમ,તળાજા ૮૯૮ એમએમ, મહુવા ૧૭૩૪ એમએમ અને જેસરમાં ૮૨૭ સ્સ્ મળીને સિઝનનો કુલ ૧૦૩૬.૬ સ્સ્ વરસાદ નોંધાયો છે.









































