ગુજરાતના મેટ્રો સિટીની સાથે સાથે ભાવનગરમાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે, ત્યારે શહેર અને જિલ્લામાં આજે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના વિજયરાજનગરના એક આધેડ અને જિલ્લાની એક સગર્ભા મહિલા પોઝિટિવ આવ્યા છે. બંને દર્દીઓમાં સામાન્ય લક્ષણો જાવા મળ્યા છે અને બંનેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સતર્કતાને પગલે સરકારી હોસ્પિટલમાં ઓકસીજન વેન્ટલેટર સાથેના વધારાના ૧૦ બેડ મુકાયા છે.
કોરોના મહામારીની બે-બે લહેરોનો સામનો કરી ચૂકેલા ભાવનગરમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. પહેલો કેસમાં શહેરના વિજયરાજનગરમાં રહેતા એક પર વર્ષિય આધેડને લક્ષણો જણાતા તેમણે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓને હોમ આઈસોલેટ કરાયા છે જે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે.
બીજી તરફ ભાવનગર જિલ્લાનાં સિહોર પંથકની ૩૭ વર્ષિય સગર્ભા મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ મહિલાની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને સ્થિતિ સ્થિર હોવાનું જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે. ત્યારે ગત કોરોનાકાળ જેવી સ્થિતિ ફરીથી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આ અંગે માહિતી આપતા ભાવનગર સરકારી હોસ્પિટલના ઇર્સ્ં ડો. તુષાર આદેશરાએ જણાવ્યું કે, હાલના દર્દીઓમાં કોરોનાના સામાન્ય લક્ષણ હોવાથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. છતાં પણ કોરોનાની સંભવિત સ્થિતિના પગલે શહેરની સર ટી. હોસ્પિટલમાં ઓકસીજન અને વેન્ટીલેટર સાથેના વધારાના ૧૦ બેડ મૂકી ઓઇશોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. તેમાં જરૂરી તમામ સાધન-સામગ્રીની વ્યવસ્થાઓ કરાઈ છે. હોસ્પિટલમાં આવેલ ૨૦ ક્ષમતા ધરાવતો લિક્વીડ ઓકસીજન ટેન્કમાં પણ પૂરતો ઓકસીજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં ઓકસીજનના જંબો તથા નાના સિલિન્ડરની વ્યવસ્થા કરાઈ છે.
વધુમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ખાતે કોરોના સંબંધિત જરૂરી દવાઓ અને સારવાર માટેની તમામ વસ્તુનો પૂરતો સ્ટોકની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત લેબોરેટરીમાં પણ કોરોનાના રિપોર્ટ કરવામાં વ્યવસ્થા કરાઈ છે. આ તમામ વ્યવસ્થાઓ બાદ પણ જા જરૂર જણાય તો આગામી દિવસોમાં આ બેડની સંખ્યા વધારવામાં પણ આવશે. સાથે જ શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.










































