રસાયણ અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા ભાવનગર ખાતે વ્યવસાયિક ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. તા.૩૧ મે મંગળવારના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આ ટ્રેનિંગ સેન્ટર ખુલ્લુ મુકાશે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કિરીટસિંહ રાણા, આર.સી.મકવાણા, સાંસદ ભારતીબેન શિયાળ સહિત ભાવનગર જિલ્લાના ધારાસભ્યો અને પેટ્રો કેમિકલ્સ વિભાગના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ટ્રેનિંગ શરૂ થવાથી સૌરાષ્ટ્રના અનેક વ્યવસાયિક લોકોને ટ્રેનિંગ સેન્ટરનો લાભ મળશે.