ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા બે રીડીંગ લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ ૮.૦૬ કરોડ મંજુર કરીને ડ્ઢઁઇ પ્રક્રિયા પણ હાથ ધરી છે. યુવાનોને શાંતિપૂર્ણ માહોલ મળી રહે તેવા હેતુસર લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવનાર છે.
ભાવનગર શહેરમાં યુવાનો અને શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાએ હાલમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં લાઇબ્રેરી માટેના નાણાંની ફાળવણી કરી દીધી છે. જા કે ટૂંક સમયમાં જ આ લાઇબ્રેરી ભાવનગર શહેરના બે વિસ્તારોને મળશે જેથી વિદ્યાર્થીઓને તેનો ફાયદો થવાનો છે.
ભાવનગર શહેરની વસ્તી આશરે સાત લાખની છે ત્યારે શહેરમાં વસતા લોકોના બાળકો કે જેઓ અભ્યાસ કરી રહ્યા છે અને કોલેજમાં છે તેને વાંચન માટેનું એક ઉત્તમ સ્થળ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ લાઈબ્રેરી બનાવવાનો પ્રારંભ કર્યો છે. મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે કે, હાલમાં ૩.૮૭ કરોડના ખર્ચે ફુલસર વિસ્તારમાં લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યારે ૪.૧૯ કરોડના ખર્ચ સિંધુનગરમાં હેમુ કાલાણી સર્કલ પાસે આધુનિક ટેકનોલોજી સાથેની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવનાર છે જેને લઇને ડીપીઆરની પણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ભાવનગર મહાનગરપાલિકાએ લાઈબ્રેરીને પગલે સ્પષ્ટ કર્યું હતું કે, જે યુવાનો જીપીએસસી, યુપીએસસી, એસએસસી, બેન્કિંગ, રેલવે વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે તે યુવાનોને માટે લાઇબ્રેરી ફાયદા રૂપ સાબિત થઈ શકશે. લાઇબ્રેરીની સાથે કેટલાક પુસ્તકો પણ તેમાં રાખવામાં આવનાર છે જેથી યુવાનોને વાંચનની સાથે પુસ્તકોનો પણ લાભ મળવાનો છે. મહાનગરપાલિકાએ હાલ યુવાનોના ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ માહોલમાં વાંચન માટેનું એક ઉત્તમ સ્થળ પ્રાપ્ત થાય તે હેતુસર પ્રાથમિક ધોરણે બે લાઈબ્રેરી મંજૂર કરીને તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
મહાનગરપાલિકા લાઇબ્રેરી બનાવવાનો પ્રારંભ કર્યો છે ત્યારે ઉજાશવાળી તેમજ સિકયુરિટી કેબિન, પા‹કગ, ત્રણ વિશાળ રીડિંગ હોલ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવનાર છે. આ લાઇબ્રેરી બે માળની બનાવવામાં આવનાર છે જેથી કરીને મોટી સંખ્યામાં યુવાનો અહીંયા બેસીને શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરી શકે. જા કે મહાનગરપાલિકા પીલ ગાર્ડનમાં પણ રીડિંગ રૂમ માટેની વ્યવસ્થા કરી છે અને આગામી દિવસોમાં શહેરના સીદસર, અધેવાડા, તરસમિયા જેવા વિસ્તારોમાં પણ આધુનિક લાઇબ્રેરીઓ બનાવવા માટેની તૈયારી દર્શાવી છે.