રાજ્યમાં દારૂના દુષણ સાથે ચરસ ગાંજા તથા અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી સાથે સેવન વધ્યું છે. જેમાં ભાવનગરમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ભાવનગર એસઓજીને માહિતી મળી હતી કે સાલોલી ગામની વાડીમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે.આ માહિતીને આધારે પોલીસે સાલોલી ગામની વાડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં જીતુ કામળીયા નામની વ્યÂક્તની વાડીમાંથી ગાંજા ઝડપ્યો હતો.
આભાર – નિહારીકા રવિયા પોલીસે વાડીમાંથી ગાંજાના ૧૦ નંગ લીલા છોડ કબજે કર્યા હતા. આ અંગે ર્જીંય્ કોન્સ્ટેબલ જયરાજસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવી છે. પોલીસે આરોપીને અટકમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.