ભાવનગરના વેપારી સાથે ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. વેપારી વધુ કમાણી કરવાની લ્હાયમાં શેરબજારમાં રોકાણ કર્યું અને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. શેરબજારમાં રોકાણના બહાને વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી. ભાવનગરના ઘોઘાના લાકડીયા ગામના વેપારી ટ્રેડિંગના નામે ફસાતા લાખો રૂપિયા ગુમાવ્યા. ઘોઘાના વેપારીને એક શખ્સે વધુ કમાણીની લાલચ આપી વોટ્સએપથી શેરબજાર ટ્રેડિગનું કહ્યુ હતું. આ ગઠિયાએ શેરબજાર ટ્રેડિગના નામે વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી. જેની વેપારીની જાણ થતા ભાવનગર સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી.
અગાઉ ભાવનગરના પાલિતાણના કાપડના વેપારીને પણ સોનાના વહિવટના બહાને ૧૯ લાખ રૂપિયા આપી છેતરપિંડી આચરી હતી. પાલિતાણા શહેરના રહેવાસી રાજનભાઈ ગુણવંતરાય સંઘવીને સિહોરના ઉખરલા ગામે રહેતા રઘુ ભગાભાઈ બલિયા નામના શખ્સે સોનાનો કમિશન ઉપર ધંધો કરવાની વાત કહી હતી. જેના બાદ રઘુ બલિયા, તેનો પુત્ર નાનુ રઘુભાઈ બલિયા (રહે, બન્ને ઉખરલા, તા.સિહોર), સેંજળિયા ગામનો જેરામ ખોડાભાઈ ગોહિલ, સતાર ઉર્ફે યુનુસ મેમણ અને પ્રવીણ પટેલ (રહે, ધરમપુર, તા.વલસાડ) નામના શખ્સોએ ધરમપુર ગામે વેપારીને લઈ જઈ ૧૩૧ ગ્રામના સોનાના બિસ્કીટ દેખાડી સરકારી અધિકારીનું સોનું હોય રોકડા રૂપિયાનો વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું હતું. વેપારી રાજનભાઈ સંઘવીએ એચ.એમ. આંગડિયા મારફત રૂ.૩૪ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેઓને સોનાનો માલ ન મળતા અવાર-નવાર રૂપિયા અથવા સોનાના બિસ્કીટની ઉઘરાણી કરવા છતાં માલ અથવા રૂપિયા ના મળતા વેપારી સાથે વિશ્વાસઘાત-ઠગાઈ થતા ફરિયાદ કરી હતી.