ભાવનગરના આનંદનગર જલારામ મંદિરે પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ. સવારથી સાંજ સુધી આશરે ૫૦ હજારથી વધુ ભક્તોએ બાપાના દર્શન કર્યા અને ૧૮ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો. ૨૫૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધરાયો અને મહાઆરતી યોજાઈ. રેડક્રોસ સોસાયટીના સહકારથી રક્તદાન, મેડિકલ ચેકઅપ અને અંગદાન સંકલ્પ પત્ર ભરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૪૦થી વધુ લોકોએ રક્તદાન કર્યું. સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક તંત્ર, મહાનગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ રહ્યો. ભજન-ભોજન, ધજા પૂજન અને સમૂહ ધૂન સાથે સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયું હતું.