ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક મોલના પાર્કિંગમાં દારૂ ભરેલી કાર હોવાની બાતમી મળતા સ્થળ ઉપર જઈને રેડ કરતા દારૂ ભરેલી કાર મળી આવી હતી. આથી પોલીસે બે શખ્સોને પણ ઝડપી લીધા છે. જા કે એલસીબી પોલીસે બાદમાં પોલીસ સ્ટેશનમાં કુલ સાત વિરુદ્ધ ગુન્હો નોંધી લાખોનો મુદ્દામાલ કબ્જે લીધો છે.ભાવનગરની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ભાવનગર શહેરના હિમાલીયા મોલના પા‹કગમાં એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ ડિઝાયર કારમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો લાવીને બે શખ્સો બેઠા છે. જેને પગલે એલસીબી પોલીસ હિમાલિયા મોલ ઉપર પહોંચી ત્યારે બાતમીવાળી કાર મળી આવતા તેની તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.એલસીબી પોલીસે હિમાલયા મોલના પા‹કગમાંથી સફેદ કલરની શિફ્ટ ડિઝાઈર કારની ડિકકીમાં ૧૨૭૩ બોટલ છુપાવી હતી, જેની કિંમત ૫,૮૯,૯૯૦ થવા જાય છે. આ મામલે પોલીસે વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ હરિયાણાના રહેવાસી અને મેહુલ પુરષોત્તમભાઈ બારૈયા સોનગઢ ગામના રહેવાસીને ઝડપી લીધા હતા. કારની નંબર પ્લેટની તપાસ કરતા તે ખોટી હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર એલસીબી પોલીસે વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ અને મેહુલ પરષોત્તમભાઈ બારૈયાને ઝડપી લીધા બાદ પુછપરછમાં વધુ નામો ખુલ્યા હતા. જેમાં અજય, યોગેન્દર, ભાવના ઉર્ફે આશા, હરેશ ઉર્ફે ભયલુ ધનજી બારૈયા નામના વ્યક્તિઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કર્યો છે.