હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા શુક્રવારે તેમના મત વિસ્તારના ગામડાઓનો પ્રવાસ ખેડી લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના કાર્યાલય ખાતે બેઠક પણ યોજી હતી. તેમણે જનસં૫ર્ક કાર્યાલય ખાતે સામાન્ય માણસોને મુશ્કેલી ન પડે તે બાબતે આયોજન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, તેમણે ગ્રામજનોના હાલચાલ પૂછીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે માહિતી મેળવી હતી. ધારાસભ્યએ લોકોને સુરક્ષિત રહેવા અને સરકારી તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી.