(એ.આર.એલ),મુંબઇ,તા.૮
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પયન્સ ટ્રોફી યોજાવાની છે. હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલે તેનું સ્થળ નક્કી કર્યું નથી. આ દરમિયાન એક અહેવાલ
સામે આવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત સામે ઝૂકવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હજુ સુધી ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર મોકલવા માટે સહમત નથી.અહેવાલ અનુસાર, ચેમ્પયન્સ ટ્રોફી હેઠળ, ભારત તેની મેચો સંયુક્ત આરબ અમીરાત અને શારજાહમાં રમી શકે છે. તે જ સમયે,પીસીબી આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવા માટે પણ સંમત થઈ શકે છે. પીસીબીના એક વિશ્વસનીય સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીસીબીને લાગે છે કે જા ભારત સરકાર પાકિસ્તાન પ્રવાસને મંજૂરી ન આપે તો પણ સમયપત્રકમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે કારણ કે ભારત તેની મેચો દુબઈ અથવા શારજાહમાં રમશે તેવી સંભાવના છે. ” એ વાત જાણીતી છે કે, જ્યારે પાકિસ્તાને છેલ્લે ૨૦૨૩માં એશિયા કપનું આયોજન કર્યું હતું, ત્યારે તેનું આયોજન પણ હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ભારતે તેની મેચો શ્રીલંકામાં રમી હતી. ભારત સરકારે ટીમ ઈન્ડયાને પાકિસ્તાનના પ્રવાસની મંજૂરી આપી ન હતી. તે જ સમયે, ફરી એકવાર એવી સ્થતિ ઉભી થઈ રહી છે કે ભારત સરકાર ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં ચેમ્પયન્સ ટ્રોફી રમવાની પરવાનગી નહીં આપે.
અત્યાર સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલ,તેના તરફથી, કોઈપણ બોર્ડને તેની સરકારની નીતિ વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકતું નથી. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલમાં ખુલાસો થયો છે કે ચેમ્પયન્સ ટ્રોફીનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે આઈસીસીનું એક પ્રતિનિધિમંડળ ૧૦-૧૨ નવેમ્બર સુધી લાહોરની મુલાકાત લેશે. આ દરમિયાન ચેમ્પયન્સ ટ્રોફી માટે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન ચેમ્પયન્સ ટ્રોફીના શેડ્યૂલની જાહેરાત કોઈ ઈવેન્ટમાં થઈ શકે છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું શેડ્યૂલ આઇસીસી ૧૧ નવેમ્બરે જાહેર કરી શકે છે. પીસીબીના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, “પીસીબીએ આઈસીસી સાથે સંભવિત શેડ્યૂલ અંગે ચર્ચા કરી છે જે તેમણે થોડા મહિના પહેલા મોકલ્યું હતું અને તેઓ ઈચ્છે છે કે તે જ શેડ્યૂલ ૧૧ નવેમ્બરે જાહેર કરવામાં આવે.આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પીસીબીએ આઈસીસી પાસે માંગ કરી છે કે જા બીસીસીઆઈ ટીમ ઈન્ડયાને પાકિસ્તાન પ્રવાસ પર નહીં મોકલે તો તેણે આ વાત લેખિતમાં આપવી પડશે. સૂત્રએ જણાવ્યું કે પીસીબી ઇચ્છે છે કે બીસીસીઆઇ લેખિતમાં જણાવે કે તેમને તેમની સરકાર તરફથી તેમની ટીમ પાકિસ્તાન મોકલવાની મંજૂરી મળી છે કે નહીં.