ઓસ્ટ્રેલિયાએ ભારત સાથેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. તેણે પોતાની ટીમમાં બે નવા ચહેરાઓને તક આપી છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં વિકેટકીપર બેટ્‌સમેન જાશ ઈંગ્લિશ અને નાથન મેકસ્વીનીને સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી પર્થમાં રમાશે.
પેટ કમિન્સ કેપ્ટન બની રહેશે. કમિન્સને ઝડપી બોલિંગમાં મિચેલ સ્ટાર્ક અને જાશ હેઝલવુડનો સાથ મળશે. ચોથા ઝડપી બોલર તરીકે સ્કોટ બોલેન્ડની પસંદગી કરવામાં આવી છે. નાથન લિયોન ફરી એકવાર સ્પિન એટેક સંભાળશે. ઓલરાઉન્ડર મિચેલ માર્શ ટીમને સંતુલન પ્રદાન કરશે.
ઓસ્ટ્રેલિયન બેટિંગ ઓર્ડરમાં વધુ ફેરફાર જાવા મળે તેવી શક્યતા નથી. પસંદગીકારોએ બેટ્‌સમેનોમાં ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ અને મેરેન લાબુશેન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નાથન મેકસ્વીનીને પ્રથમ વખત ટીમમાં જગ્યા આપવામાં આવી છે. મેકસ્વીની પર્થમાં ડેબ્યૂ કરતા જાવા મળી શકે છે. વિકેટકીપર બેટ્‌સમેન જાશ ઈંગ્લિશને બેવડી ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. જા જરૂરી હોય તો તેનો ઉપયોગ રિઝર્વ બેટર તરીકે પણ થઈ શકે છે. એલેક્સ કેરી વિકેટકીપરની જવાબદારી સંભાળશે.
ઓસ્ટ્રેલિયાએ ૧૦ વર્ષથી ભારત સાથે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી નથી. ભારતીય ટીમ છેલ્લી બે સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચુકી છે. આ રીતે ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ સામે હારની હેટ્રિક બચાવવાનો પડકાર તો છે જ, પરંતુ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ફરીથી મેળવવાનું દબાણ પણ છે.
ઓસ્ટ્રેલિયા (પ્રથમ ટેસ્ટ મેચની ટીમ): પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, જાશ હેઝલવુડ, જાશ ઈંગ્લિસ, નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.
ભારતીય ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર. રિઝર્વઃ મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.