ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૧૯મી સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાનને તેની જ ધરતી પર ૨-૦થી માત આપીને ટેસ્ટ સિરીઝમાં ક્લીન
આભાર – નિહારીકા રવિયા સ્વિપ કરતા તે સારું ફોર્મ ધરાવે છે. પાકિસ્તાન સામે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાંગ્લાદેશના બેટ્સમેન લિટ્ટન દાસે જણાવ્યું કે, ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં કેટલાક પડકાર રહેશે.
ખાસ કરીને એસજીના લાલ બોલથી રમવું બાંગ્લાદેશ માટે મુશ્કેલ રહેશે. પાક. સામે બાંગ્લાદેશની ટીમે કૂકાબૂરા બોલનો સામનો કર્યો હતો જ્યારે ભારત સામે એસજીના લાલ બોલથી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારત સામેની શ્રેણી તદ્દન જુદી રહેશે બાંગ્લાદેશ માટે મુશ્કેલ રહેશે તેમ દાસે ઉમેર્યું હતું.
લિટ્ટન દાસે પાકિસ્તાન સામેની બે ટેસ્ટમાં ૫૬ અને ૧૩૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. દાસ ઉપરાંત બાંગ્લાદેશનો સુકાની નજમુલ હસન શાન્ટો, મોમિનુલ હક, મુશ્કફિકર રહીમ, શાકિબ અલ હસન અને યવુ શાદમાન ઈસ્લામ વધુ એક વખત ટેસ્ટમાં પોતાનો મજબૂત દેખાવ કરવા આતુર છે. ચેન્નાઈમાં ૧૯ સપ્ટેમ્બરથી ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટમાં કૂકબાબૂરા બોલનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતની ટીમો તેમની ધરતી પર રમાતી ટેસ્ટમાં આ જ બોલનો ઉપયોગ કરે છે.
કૂકાબૂરા બોલની સિલાઈ ભારતમાં ઉત્પાદન કરાતા એસજી ટેસ્ટ બોલ જેટલી જાડી નથી હોતી. ભારતના લાલ બોલ રિવર્સ સ્વીંગમાં વધુ મદદરૂપ થાય છે. લિટ્ટન દાસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એસજી બોલ વડે રમવું થોડું મુશ્કેલ રહી શકે છે. કૂકાબૂરા બોલ જૂનો થયા બાદ તેનાથી રમવું સરળ રહે છે. ભારતમાં બનતા એસજી બોલથી રમવું તેનાથી તદ્દન વિપરીત છે.
પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં એક તબક્કે બાંગ્લાદેશનો સ્કોર છ વિકેટે ૨૬ હતો ત્યારે લિટ્ટન દાસે રમેલી ૧૩૮ રનની ઈનિંગ્સ દબાણની સ્થીતિમાં સૌથી શ્રેષ્ઠ ઈનિંગ્સ રહી હતી. લિટ્ટને જણાવ્યું કે, પાકિસ્તાન સામે મેળવેલી સફળતા હવે જૂની વાત થઈ ગઈ છે. હમે ટીમના ખેલાડીઓ આગામી પડકાર માટે સજ્જ રહે તે મહત્વનું છે. અમને ભારતીય મીડિયાના સહકારની પણ જરૂર રહેશે. અમે ટેસ્ટમાં સારો દેખાવ કરી રહ્યા છીએ અને પારંપરિક ફોરમેટમાં અમારે વધુ સાતત્યપૂર્ણ રહેવું પડશે. આ સૌથી મોટો પડકાર છે.