૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે.
આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે ૨૦૦૦ લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજોર લોકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે અને જો ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે. જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જોન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે.