શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સરકાર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને અફઘાનિસ્તાન પાસેથી શીખવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં, પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું છે કે બીસીસીઆઇ અને સરકારે અફઘાનિસ્તાન પાસેથી શીખવાની જરૂર છે કે રમતગમત કરતાં દેશને કેવી રીતે પ્રાથમિકતા આપવી.શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે “પાકિસ્તાની શાસન કાયરોનું જૂથ છે, જે નિર્દોષ લોકોનું લોહી વહેવડાવી રહ્યા છે અને સરહદ પર માર ખા રહ્યા છે. તેમના પર શરમ આવવી જાઈએ.” એ જાઈને સારું લાગે છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટ શ્રેણી ન રમવાનો નિર્ણય લીધો છે. કદાચ બીસીસીઆઇ અને ભારત સરકારે દેશને રમતથી ઉપર કેવી રીતે રાખવું તે અંગે તેમની પાસેથી કેટલીક ટિપ્સ લેવી જાઈએ.અફઘાનિસ્તાનના સરહદી પ્રાંત પક્તિકામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉર્ગુનથી પક્તિકા પ્રાંતના શરણામાં એક મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લેવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પાકિસ્તાની હુમલામાં તેઓ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ ખેલાડીઓની ઓળખ કબીર, સિબગતુલ્લાહ અને હારૂન તરીકે કરી હતી, અને કહ્યું હતું કે હુમલામાં અન્ય પાંચ લોકો પણ માર્યા ગયા હતા.એસીબીએ તેને પાકિસ્તાની શાસન દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો. હુમલા બાદ, અફઘાનિસ્તાન ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી ગયું.પ્રિયંકા ચતુર્વેદીના નિવેદનને પાકિસ્તાન સામેની એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતના તાજેતરના ભાગ લેવા પર ટીક તરીકે જાવામાં આવી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, ભારતમાં ઘણા રાજકીય પક્ષો અને વ્યક્તિઓ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાનો વિરોધ કરી રહ્યા હતા. જાકે, ઘણી વિચાર-વિમર્શ પછી, સરકારે એશિયા કપમાં પાકિસ્તાનને રમવાનો નિર્ણય લીધો.