ભારતીય ડિસ્કસ થ્રો કમલપ્રિત કૌરનો ડોમ્પિંગગ કેસ મામલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.. જેથી હવે ભારતીય ડિસ્કસ થ્રોઅર કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવાયો છે. ભારતના સિનિયર ડિસ્કસ થ્રો ખેલાજી કમલપ્રિત કૌર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.એઆઇયુની તપાસમાં કમલપ્રિત કૌર પોઝિટિવ આવતા પ્રતિબંધ લગાવાયો છે. તમને જણાવી દઈએ કે, કમલપ્રિત કૌર આ રમતમાં ભારતમાં ટોપ ખેલાડીમાંથી એક છે, ત્યારે હવે તેમને સજૉ થતા દેશને મોટ ઝટકો લાગી શકે છે
જૉ કમલપ્રિત કૌર દોષિત સાબિત થાય તે તેમના પર વધુમાં વધુ ૪ વર્ષ સુધી પ્રતિબંધ લાગી શકે છે. આ મામલે વિશ્વ એથલેટિક્સ શાસી નિકાયે ટ્‌વીટ કરીને જણાવ્યુ હતુ કે, સ્ટેનોજૉલોલના ઉપયોગ કરવા મામલે છૈંંએ કમલપ્રિત કૌર પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પદાર્થના ઉપયોગ કરવો તે વિશ્વ એથલેટિક્સમાં ડોમ્પિંગગના નિયમનું ઉલ્લંઘન છે.
જ્યારે કોઈ ખેલાડી ડોમ્પિંગગથી જૉડાયેલા મામલે સંડોવાય તો વિશ્વ એથલેટિક્સ સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના પર પ્રતિબંધ લગાવે છે. ‘એથલેટિક્સ ઈન્ટિગ્રિટી યૂનિટ’ એ વિશ્વ એથલેટિક્સએ સ્થાપિત કરેલ એક સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થાએ જ પંજૉબની ૨૬ વર્ષીય ખેલાડીને નોટિસ આપી પોતાનું પક્ષ રાખવા માટે કહ્યું છે.
મહત્વનું છે કે, કમલપ્રિત કૌર ડિસ્કસ થ્રોમાં ભારત માટે ઓલમ્પિકમાં રમી ચૂકી છે. નેશનલ રોકોર્ડધારી કમલપ્રિતે ટોક્યો ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. જૉકે તેઓ મેડલથી ચૂક્યા હતા, અને તેઓ છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા.