ભારત સરકારે શનિવારે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલો અને મંદિરો પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે બાંગ્લાદેશ સરકારને હિંદુઓ અને તમામ લઘુમતીઓ અને તેમના ધર્મસ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. બાંગ્લાદેશમાં નવરાÂત્ર દરમિયાન હિંદુઓ પર હુમલાની વધતી ઘટનાઓ પર વિદેશ મંત્રાલય દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પોતાના નિવેદનમાં ઢાકાના તાંતીબજારમાં પૂજા મંદિર પર હુમલા અને સતખીરાના પ્રતિષ્ઠિત જેશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરીની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં પૂજા મંડપ પર હુમલા અને હિંદુ મંદિરોની અપવિત્રતા નિંદનીય ઘટનાઓ છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘તેઓ મંદિરો અને દેવી-દેવતાઓને અપમાનિત કરવા અને નુકસાન પહોંચાડવાની પદ્ધતિસરની રીત અપનાવે છે, જે અમે છેલ્લા ઘણા દિવસોથી જાઈ રહ્યા છીએ.’
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પોતાનામાં લખ્યું છે આ નિંદનીય ઘટનાઓ છે. તેઓ મંદિરો અને દેવતાઓને અપમાનિત કરવા અને નુકસાન પહોંચાડવાની વ્યવસ્થીત પદ્ધતિને અનુસરે છે જે આપણે છેલ્લા ઘણા દિવસોથી જાઈ રહ્યા છીએ.
તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. હિન્દુ નવરાત્રી તહેવાર દરમિયાન મંદિરો અને પૂજા પંડાલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘અમે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને આ શુભ તહેવાર દરમિયાન હિન્દુઓ અને તમામ લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આહ્વાન કરીએ છીએ.’
ગઈકાલે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના તાંતીબજારમાં એક પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિએ ત્યાં હાજર પાંચ લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. જાકે બાદમાં પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તે જ સમયે, એક દિવસ પહેલા સાતખીરાના પ્રતિષ્ઠિત જેશોરેશ્વરી કાલી મંદિરમાંથી માતાના સોનાના મુગટની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
આ હાથથી બનાવેલો સોનાનો મુગટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતખીરામાં મંદિરની મુલાકાત દરમિયાન માતા કાલિની મૂર્તિ પર મૂકવામાં આવ્યો હતો. ભારતે બાંગ્લાદેશને ધાર્મિક વસ્તુની કથિત ચોરીની તપાસ કરવા વિનંતી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૧ માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન જેશોરેશ્વરી કાલી મંદિરને આ ભેટ આપી હતી.