ભારત સરકારે દેશ વિરોધી પ્રચાર ફેલાવતી ૨૦ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.તાજેતરમાં સામેલ કરાયેલી માર્ગદર્શિકાના આધારે પ્રથમ વખત તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલો સાથે ૨ વેબસાઇટ્‌સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચેનલો અને વેબસાઈટ કથિત રીતે પાકિસ્તાનથી સંચાલિત હતી અને દેશમાં ભારત વિરોધી પ્રચાર ફેલાવે છે.
નામ જોહેર ન કરવાની શરતે એક સૂત્રએ જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ આ સામગ્રીને તાત્કાલિક અસરથી બ્લોક કરવા માટે યુટયુબ અને ટેલિકોમ વિભાગને પત્ર લખ્યો છે, કારણ કે તે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અસર કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રચાર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેમની વચ્ચે ‘નયા પાકિસ્તાર્ન નામની એક યુટ્યુબ ચેનલ હતી, જેના યુટ્યુબ પર ૨૦ લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેનલ કાશ્મીર, કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ અને અયોધ્યા જેવા મુદ્દાઓ પર “ખોટા સમાચાર” ચલાવી રહી હતી.
સુરક્ષા એજન્સીઓએ પહેલા આ સામગ્રી વિશે માહિતી આપી, ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તપાસ કરી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ પ્રથમ વખત છે કે જ્યારે આઇટી નિયમો, ૨૦૨૧ હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ ભારત વિરોધી પ્રચાર કરતી વેબસાઇટ્‌સ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવ્યો છે.” સમીક્ષામાં સામેલ અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસમાં જોણવા મળ્યું છે કે આ વેબસાઈટ અને ચેનલો પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહી હતી, આ યુટયુબ ચેનલો પર ચલાવવામાં આવતી સામગ્રી રાષ્ટ્રીયય સુરક્ષાના દૃષ્ટિકોણથી સારી નથી. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પ્રતિબંધિત યુટ્યુબ ચેનલોમાંથી ૧૫ ચેનલો ‘નયા પાકિસ્તાર્ન જૂથની માલિકીની છે, જ્યારે અન્યમાં ‘ધ નેકેડ ટ‰ર્થ, ર્૪૮ ન્યૂર્ઝ અને ‘જુનૈદ હલીમ અધિકાર્રી સામેલ છે.