ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ ૨૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી રમાનારી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. તેમણે ટેસ્ટ સીરીઝ માટે ૨૧ ખેલાડીઓની ટીમ પસંદ કરી છે, જેમાં બે નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીન એલ્ગરની આગેવાની હેઠળની ટીમમાં અનુભવી ખેલાડી કાગિસો રબાડા, ક્વિન્ટન ડી કોક અને એનરિચ નોર્ટજે ટીમમાં પાછા ફર્યા છે.
દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝ માટે ૨૧ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ડીન એલ્ગર ટીમનાં કેપ્ટન હશે, જ્યારે ટેમ્બા બાવુમા વાઇસ-કેપ્ટન હશે. આ ટેસ્ટ સીરીઝ પહેલા ૧૭ ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ તેને ૨૬ ડિસેમ્બરથી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ભારતીય ટીમ ૧૬ ડિસેમ્બરની આસપાસ દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ માટે રવાના થશે. ૨૧ સભ્યોની ટીમમાં પ્રથમ વખત સિસાંડા મગાલા અને રેયાન રિકેલ્ટનને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ સીરીઝ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. ૨૦૧૯ માં અંતિમ ટેસ્ટ મેચ રમનાર ડુઆન ઓલિવિયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝ માટે આ દક્ષિણ આફ્રિકાની ૨૧ સભ્યોની ટીમ છેઃ-
ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાગીસો રબાડા, સારેલ ઈર્વી, બ્યુરેન હેડ્રિક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એઙ્ગીડી, એડેન માર્કરામ, વિઆન મુલ્ડર, એનરિચ નોર્ટજે, કીગન પીટરસન, રસી વાન ડર ડુસેન, કાયેલ વેરેયન, માર્કો જામેસન, ગ્લેન્ટન સ્ટૂમૈન, પ્રેનેલન સુબ્રાયેન, સિસાંડા મગાલા, રયાન રિકેલ્ટન, ડ્વેન ઓલિવર.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયનમાં રમાશે. વળી, બીજી ટેસ્ટ મેચ જાહાનિસબર્ગમાં ૩ થી ૭ જાન્યુઆરી દરમિયાન રમાશે. સીરીઝની છેલ્લી મેચ ૧૧ થી ૧૫ જાન્યુઆરી સુધી કેપટાઉનમાં રમાશે. પ્રથમ બે મેચ સવારે ૧.૩૦ વાગ્યાથી રમાશે જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ બપોરે ૨ વાગ્યે શરૂ થશે.