સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના એક દિવસીય વિશેષ સત્રમાં, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ૭૮ દિવસના યુદ્ધ વચ્ચે ભારત ફરી એકવાર તેના સ્ટેન્ડ પર કાયમ રહ્યું. ભારતે કહ્યું કે યુક્રેન સંઘર્ષ પર ભારતની સ્થિતિ મક્કમ અને સુસંગત છે. ભારતે કહ્યું કે અમે બનતી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ અને રશિયા અને યુક્રેનને યુદ્ધ ખતમ કરવા અને દુશ્મનીનો અંત લાવવાનું આહ્વાન કરીએ છીએ.
ભારતે કહ્યું કે તેણે યુક્રેન અને તેના પડોશી દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. ભારત યુક્રેનને દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી સતત મોકલી રહ્યું છે. રુસ-યુક્રેન યુદ્ધની અસર સમગ્ર વિસ્તારમાં જાવા મળી રહી છે. તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જ્યારે અનાજ અને ખાતરની અછત અનુભવાઈ રહી છે.
ભારતે કહ્યું કે, અમે યુક્રેનમાં લોકોના માનવાધિકારોનું સન્માન અને રક્ષણ કરવા માટે આહ્વાન કરીએ છીએ અને માનવાધિકારોના વૈશ્વિક સંવર્ધન અને સંરક્ષણ માટે અમારી કાયમી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયન ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેન તરફથી થયેલા ગોળીબારના કારણે લાગેલી આગને કારણે ગ્રામીણનું મોત થયું છે. તે જ સમયે, વિશ્વની પ્રખ્યાત કંપની સિમેન્સે કહ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે તે રશિયન માર્કેટમાંથી પાછી ખેંચી રહી છે.
યુક્રેનમાં રશિયન સૈનિકો દ્વારા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો પર રશિયાના સસ્પેન્શન બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મંગળવારે માનવ અધિકાર સંસ્થામાં ચેક રિપબ્લીક સાથે રશિયાને બદલવા માટે મતદાન કર્યું. ૪૭-સભ્ય યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉÂન્સલ (ેંદ્ગૐઇઝ્ર)ની ખાલી પડેલી સીટ માટે ચેક રિપબ્લીક એકમાત્ર ઉમેદવાર હતો. જિનીવામાં કાઉÂન્સલની બેઠકો પ્રાદેશિક જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે અને રશિયાને પૂર્વ યુરોપના એક દેશ દ્વારા બદલવાનું હતું. મંગળવારે ગુપ્ત મતદાનમાં, સામાન્ય સભાના ૧૯૩ સભ્યોમાંથી ૧૮૦ સભ્યોએ મતપત્રો રજૂ કર્યા હતા. પરિણામ એ આવ્યું કે ૧૫૭ દેશો ચેક રિપબ્લીકની તરફેણમાં રહ્યા અને
૨૩ ગેરહાજર રહ્યા.
૭ એપ્રિલના રોજ જનરલ એસેમ્બલીએ ૯૩ થી ૨૪ ના મત દ્વારા માનવ અધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન ૫૮ સભ્યો ગેરહાજર રહ્યા હતા. અમેરિકાએ રશિયાને કાઉન્સીલમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.