ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ)ના ખાનગીકરણનો માર્ગ આગામી ૬ મહિનામાં સ્પષ્ટ થઈ જશે. આ વાતની જોણકારી સાર્વજનિક સંપત્તિ મેનેજમેન્ટ વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ આપી છે. બીપીસીએલના અધિગ્રહણમાં રસ દેખાડતી ૩માંથી ૨ કંપનીઓએ પોતાના હાથ પાછા ખેચી લીધા હતા. ત્યારબાદ સરકારે બીપીસીએલના ખાનગીકરણની પ્રક્રિયાને રદ્દ કરી દીધી હતી. તુહિન પાંડેએ કહ્યું કે, જ્યાં સુધી બીપીસીએલના ખાનગીકરણની વાત છે તો આપણે થોડા સમય સુધી રાહ જોવી પડશે.
તેમણે કહ્યું કે, અત્યારે સ્થિતિની સમીક્ષા કરવી પડશે. હું કહીશ કે આગામી ૬ મહિનામાં વસ્તુઓ આપણાં માટે સ્પષ્ટ થઈ જશે કે આપણે બીપીસીએલ બાબતે કઈ રીતે આગળ વધવું જોઈએ. ગત દિવસોમાં બજોરની હાલની સ્થિતિ અનુકૂળ નહોતી, જેના કારણે અંતિમ નિર્ણય લીધો નથી. જેના કારણે શરૂઆતમાં બોલી લગાવનારી કંપનીઓએ પોતાની બોલી પાછી લઈ લીધી. આ સેક્ટર એટલી ઝડપથી આગળ વધી રહ્યું હતું અને તેને ચારેય તરફથી અનિશ્ચિતતા પણ હતી.
તેમણે કહ્યું કે, હવે લોકો એવું પણ અનુભવી રહ્યા છે કે સમય સાથે ઓઇલ સેક્ટરમાં ઘણું ઓછું રોકાણ થયું છે. મને ખબર નથી કે, ભવિષ્યમાં શું થશે. સરકારે રણનૈતિક વિનિવેશ દ્વારા બીપીસીએલમાં પોતાની બધી ૫૨.૯૮ ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી હતી. સરકારે માર્ચ ૨૦૨૦મા બીપીસીએલને વેચવા માટે એક બોલી આમંત્રિત કરી હતી. નવેમ્બર ૨૦૨૦ સુધી ઓછામાં ઓછી ૩ બોલીઓ આવી ચૂકી હતી, પરંતુ સરકાર તેને વેચવામાં સફળ ન થઈ શકી.
સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનું વિનિવેશ લક્ષ્ય નક્કી કર્યું છે જે લક્ષ્યથી ખૂબ ઓછું છે. કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનું લક્ષ્ય પણ મહ¥વકાંક્ષી છે. બીપીસીએલના સચિવના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ૨૪,૦૪૬.૪૦ કરોડ રૂપિયાની કમાણી થઈ છે જેમાં બીપીસીએલના ૨૦,૫૬૦ કરોડ રૂપિયા પણ સામેલ છે. માર્ચ ૨૦૨૨ની ત્રિમાસિકમાં બીપીસીએલનો શુદ્ધ નફો ૨૧૩૦.૫ કરોડ રૂપિયા રહ્યો, જે ગત નાણાકીય વર્ષના આ જ ત્રિમાસિકની તુલનામાં લગભગ ૮૨ ટકા ઓછો હતો.
ગત નાણાકીય વર્ષની આ ત્રિમાસિકમાં કંપનીને ૧૧,૯૦૪.૧૩ કરોડ રૂપિયાનો નફો થયો હતો. નવેમ્બર ૨૦૨૦ સુધી સરકારને આ ખાનગીકરણ માટે ૩ બોલીઓ મળી હતી. વેદાંતા ગ્રુપ, અપોલો ગ્લોબલ અને સ્ક્વેયર્ડ કેપિટલની એકાઇ થિંગ ગેસે તેમાં રુચિ દેખાડી હતી.