અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં ચીને નવા ગામ બનાવ્યા હોવાના ઘટસ્ફોટ પછી સેટેલાઈટ તસવીરોએ હવે ભૂતાનની સરહદે ચીને નવા ગામો બનાવ્યા હોવાનો પર્દાફાશ કર્યો છે. સ્પેસ ફર્મ કેપેલા સ્પેસની સિન્થેટિક એપર્ચર રડાર (એસએઆર) પર આધારિત સેટેલાઈટ તસવીરોએ ચીનનું વિસ્તારવાદી કાવતરું ખૂલ્લુ પાડયું છે. આ તસવીરોમાં ચીન-ભૂતાન સરહદ નજીક ચીને બનાવેલા નવા ગામોની ઝલક સ્પષ્ટપણે જાવા મળે છે. આ વર્ષના પ્રારંભમાં લેવાયેલી તસવીરોમાં ચીનના નવા ગામોની માહિતી મળી આવી છે.
સ્પેસ કંપની કેપેલા સ્પેસના સિન્થેટિક એપર્ચર રડાર (એસએઆર) પર આધારિત સેટેલાઈટ તસવીરોમાં ભૂતાન સરહદે ચીને બનાવેલા નવા ગામડાઓ મળી આવ્યા છે. જાકે, આ તસવીરો ઓછા રિઝોલ્યુશનવાળી હોવાથી અહીંના બાંધકામોની પ્રકૃતિ અને સ્થિતિ અંગે સાચી માહિતી મળી શકી નથી. સેટેલાઈટ તસવીરોના નિષ્ણાત, વોશિંગ્ટનના ક્રેસ બિગર્સના વિશ્લેષણ મુજબ આ નવા ગામોનો એક મોટો ભાગ બે માળના કન્સ્ટ્રક્શનનો છે.
એસએઆરથી ૧૯મી નવેમ્બરે લેવાયેલી તસવીરોમાંથી એકમાં સાઈબુરુ ક્ષેત્રમાં બે માળની ૩૯ ઈમારતો જાવા મળી છે, જેમાંથી ૨૭ સંપૂર્ણપણે બની ગયેલી જાવા મળે છે. પૂર્વ ક્લસ્ટરમાં પણ બધા જ ૧૫ કન્સ્ટ્રક્શન સંપૂર્ણપણે બની ગયા હોવાનું જાવા મળ્યું છે. મધ્ય ક્લસ્ટરમાં પાંચમાંથી ત્રણ અને પશ્ચિમી ક્લસ્ટરમાં ૧૯માંથી ૯ કન્સ્ટ્રક્શન પર હજુ કામ ચાલી રહ્યું છે. બીજા દિવસે કૈટાંગશા ક્ષેત્રની એક તસવીરમાં ઓછામાં ઓછા ૮૪ કન્સ્ટ્રક્શન જાવા મળ્યા. તેમાંથી ૪૫ સંપૂર્ણપણે બનેલા દેખાય છે જ્યારે બાકીના ૩૯ પર કામ ચાલી રહ્યું છે. ૧૯ નવેમ્બરના રોજ કૈપેલા સ્પેસની તસવીરોમાં કુલેની આજુબાજુના ક્ષેત્રમાં ૮૦ કન્સ્ટ્રક્શન હોવાનું જાણવા મળ્યું છે, જે ૪ ક્લસ્ટરમાં ફેલાયેલા જાવા મળે છે. તેમાંથી ૫૮ કન્સ્ટ્રક્શન પૂરા થવાની તૈયારીમાં છે જ્યારે ૯ પર કામ હજુ ચાલુ હતું. આ સિવાય ચીનના ગામના પૂર્વીય ક્લસ્ટરમાં અન્ય ૧૫ કન્સ્ટ્રક્શન પર કામ ચાલી રહ્યું હોવાનું જણાય છે.
જેન્સ ઈન્ટેલિજન્સ રિવ્યૂમાં પ્રકાશિત તેમના વિશ્લેષણમાં બિગર્સે કહ્યું, ૨૦૨૦ના લદ્દાખ સંકટ દરમિયાન નિર્ણય લેનારાઓએ આ તરફ ધ્યાન આપ્યું નહોતું, ત્યારે ચીને ભૂતાનના વિવાદાસ્પદ ક્ષેત્રમાં ઝડપથી સરહદીય ગામોનું નિર્માણ કર્યું હતું. ભૂતાન અને ચીન વચ્ચે વિવાદાસ્પદ ક્ષેત્રની અંદર પહેલું ગામ પંગડા ગયા વર્ષે સેટેલાઈટ તસવીરોમાં જાવા મળ્યું હતું. તસવીરોમાં જાવા મળ્યું હતું કે કેવી રીચે ચીને માત્ર ભૂતાન સરહદ પાસે એક નવું ગામ જ નથી બનાવ્યું પરંતુ સ્ટોરેજ બંકર જેવા સહાયક મિલિટ્રી માળખા પણ બનાવવાનું ચાલુ રાખ્યું છે.
ઓપન સોર્સ સેટેલાઈટ મેપિંગ પ્લેટફોર્મ પર તાજેતરમાં જ પૂરી પાડવામાં આવેલી હાઈ-રિઝોલ્યુશન તસવીરોથી જાણવા મળે છે કે
ચીને પંગડા ગામના ઉત્તરીય ભાગમાં વધુ ૩૮ કન્સ્ટ્રક્શન બનાવ્યા છે. નવી વસતીનું કામ નવેમ્બર ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ વચ્ચે પૂરું થઈ ગયું. પંગડા ગામથી આગળ દક્ષિણમાં પણ છ કન્સ્ટ્રક્શન પર કામ ચાલી રહ્યું છે. ગયા વર્ષે સેટેલાઈટ તસવીરોમાં પહેલી વખત પંગડા ગામની ઉત્તર-પશ્ચિમ તરફ બંકર સ્ટોરેજ સહિત સૈન્યનું બેકઅપ જાવા મળ્યું હતું. તેમાં તાજેતરમાં મોટો વિસ્તાર જાવા મળ્યો છે. આ વર્ષે નવેમ્બરમાં ઓપ્ટિકલ ઈમેજમાં ત્યાં કેટલાક નવા શેલ્ટર અને કેટલીક છુપાવાયેલી વસ્તુઓ જાવા મળી છે. આ વિસ્તારમાં ચીની સૈન્યના ડઝનબંધ વાહનો અને મશીનો પણ જાવા મળે છે.