પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હવે ફિલ્ડ માર્શલ બનશે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે આર્મી ચીફ અસીમ મુનીરને બઢતી આપવાનો નિર્ણય લીધો છે અને તેમને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે. આ નિર્ણય બાદ, અસીમ મુનીરને હવે આર્મી જનરલમાંથી ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા અયુબ ખાન ફિલ્ડ માર્શલ બની ચૂક્યા હતા. ફિલ્ડ માર્શલ બન્યા પછી, આસીમ મુનીર પણ અયુબ ખાનની જેમ તેમના ગણવેશ પર પાંચ સ્ટાર લગાવશે. પાકિસ્તાની સેનામાં ફિલ્ડ માર્શલ ખૂબ જ ઉચ્ચ પદ છે. પાકિસ્તાનમાં પહેલા અયુબ ખાનને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા અને હવે આસીમ મુનીર પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ બનશે. તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને મોટો પાઠ ભણાવ્યો હતો.
આ સાથે પાકિસ્તાન વાયુસેનાના વડાનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણય મુજબ, એર ચીફ માર્શલ નિવૃત્તિ પછી પણ તેમના પદ પર રહેશે. પાકિસ્તાનના વર્તમાન એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ છે.
મુનીર પરંપરાગત સૈનિક ન હોવા છતાં આર્મી ચીફ બન્યા. તેઓ ૧૯૮૬માં ઝિયા-ઉલ-હકના શાસન દરમિયાન સેનામાં જાડાયા હતા અને નિવૃત્તિના બે દિવસ પહેલા જ આર્મી ચીફ બન્યા હતા. મુનીરને ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ દ્વારા સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો; તેઓ પાકિસ્તાન મિલિટરી એકેડેમી દ્વારા સેનામાં જાડાયા ન હતા.
મુનીરના પિતા રાવલપિંડીની એક મસ્જિદમાં ઇમામ હતા અને મુનીરનું પ્રારંભિક શિક્ષણ મદરેસામાં થયું હતું. મુનીર પાસે હાફિઝ-એ-કુરાનની ડિગ્રી છે અને તે તેના માર્ગદર્શક ઝિયાઉલને અનુસરે છે અને ‘હજાર કાપ સાથે ભારતનું લોહી વહાવો’ ની નીતિમાં માને છે. ભારતમાં પુલવામા હુમલા સમયે આસીમ મુનીર આઇએસઆઇના ચીફ હતા.