જેમ કાલગેટ ટૂથપેસ્ટનો પર્યાય બની ગઈ હતી તેમ ભારતમાં ગુગલ એ સર્ચ એન્જિનનો પર્યાય બની ગયું છે. ૨૦૧૪માં ગુગલે એક સેવા ચાલુ કરી. જો તમે વિનંતી કરો તો તમારા સંદર્ભની સામગ્રીને તે દૂર કરી દેશે. ૨૦૧૪નો સમય સંયોગોવશાત્ હતો કે કેમ તે ખબર નથી, પરંતુ આ પછી કાંગ્રેસ કે અન્ય વિપક્ષ વિરુદ્ધ જેટલી પણ સામગ્રી હતી તે હવે ગુગલ બતાવતું નથી.
આ જ રીતે વર્તમાન સમયના સમાચાર વિશે સર્ચ કરો તો લેફ્‌ટ-લિબરલ મીડિયા ‘ધ ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’, ‘ધ હિન્દુ’, ‘ધ વાયર’, ‘ધ પ્રિન્ટ’ આવા મીડિયાના સમાચાર જ બતાવશે. તમને નવાઈ લાગશે પણ ૨૦૨૨ પહેલાં ગુગલ સર્ચમાં એનડીટીવીની લિંક આવી જતી હતી તે ૨૦૨૨ પછી બંધ થઈ ગઈ. ૨૦૨૨માં એવું શું બન્યું કે ગુગલને એનડીટીવી સાથે પણ વાંધો પડ્‌યો? જવાબ સરળ છેઃ ૨૦૨૨માં અદાણી કંપનીએ એનડીટીવીને હસ્તગત કરી લીધું હતું.
આવું જ ફેસબુક બાબતે પણ છે. જો તમે કોઈ પણ દેશના રાષ્ટ્રવાદી હશો તો તમારી પાસ્ટની રીચ ઘટાડી દેવાશે.
ઍક્સ જ્યારે ટિ્‌વટર હતું અને જેક ડાર્સી તેના સીઇઓ હતા ત્યારે આ જ સ્થિતિ ત્યાં પણ હતી. તેના પર ડાનાલ્ડ ટ્રમ્પને ટિ્‌વટર પર પ્રતિબંધિત કરી દેવાયા હતા. (જ્યારે તેઓ રાષ્ટ્રપ્રમુખ પદે હતા ત્યારે. વિચાર કરો! એક મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ)
આ જ તો ડીપ સ્ટેટ છે.
ડાનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદે હોય ત્યારે જો ડીપ સ્ટેટ અથવા લેફ્‌ટ લિબરલો આવું કરી શકે તો જ્યારે રાષ્ટ્રપ્રમુખ ન હોય ત્યારે? વર્તમાનમાં તેઓ ફરીથી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના અભ્યર્થી છે. તેમના પર જીવલેણ આક્રમણ થયું. તેઓ માંડમાંડ બચ્યા. તે વખતે સીએનએન સહિતનાં લેફ્‌ટ-લિબરલ મીડિયાએ તે દિવસે શરૂઆતમાં લખ્યું કે આ તો કોઈ નાનો ધડાકો હતો અને ટ્રમ્પ એટલી વાતમાં ગભરાઈ ગયા. આવા હેડિંગ સાથે સમાચાર મૂક્યા. અમેરિકાની સુરક્ષા સંસ્થાઓએ પુષ્ટિ કરી ત્યારે તેમણે સત્ય સ્વીકારવું પડ્‌યું. પરંતુ તેમાંય હુમલાખોર રિપબ્લિકન પક્ષનો નોંધાયેલો મતદાર હતો તેવા સમાચાર ચલાવ્યા. તેણે ડેમોક્રેટિક પક્ષ માટે ભંડોળ ઉઘરાવનાર ‘પાલિટિકલ ઍક્શન કમિટી’ નામની સંસ્થાને દાન આપ્યું હતું તે વાત છુપાવી.
આ જ કાલમમાં આપણે અગાઉ ડેમોક્રેટિડક રાષ્ટ્રપ્રમુખ સમયનાં કૌભાંડો વિશે જાણ્યું હતું, પરંતુ ભારતનાં મીડિયામાં ડેમોક્રેટિક રાષ્ટ્રપ્રમુખનાં કૌભાંડો વિશે ક્યારેય તમે વાંચ્યું છે, સાંભળ્યું છે? ડાનાલ્ડ ટ્રમ્પના સેક્સ કૌભાંડો કે અન્ય કૌભાંડો વિશે તમે રજેરજ જાણતા હશો.
ગુગલે ડાનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાના સમાચાર જ ગાયબ કરી દીધા હતા! એ તો ઠીક, ૧૩ જુલાઈ ૨૦૨૪એ કોઈ ગોળીબારની ઘટના બની હતી તે પણ તેમાં નહોતું દેખાડતા. આના કારણે ડાનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા. એક મહાસત્તાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપ્રમુખના દાવેદારનું ગુસ્સે થવું સ્વાભાવિક છે. જો ટ્રમ્પ સાથે આવું થઈ શકતું હોય તો બીજા રાષ્ટ્રવાદીની ક્યાં વાત કરવી?
આ જ તો અઘોષિત કટોકટી છે.
તમે ભારતના મીડિયામાં કંગના રનૌતની વિશે ક્યારેય સારી ગાસિપ વાંચી? અદા શર્મા વિશે તમે તેની પ્રતિભાના સંદર્ભે વાંચ્યું? અદા શર્મા તો વાંસળી વગાડી જાણે છે, તેને રસાયણશાસ્ત્રનું આવર્તન કોષ્ટક એટલે કે પીરિયોડિક ટેબલ મોઢે છે. પરંતુ આ સમાચાર તમને નહીં જાણવા મળે. અદા શર્મા તો ક્યારેય વિપક્ષો પર પ્રહાર નથી કરતી. તે ક્યારેય કંગનાની જેમ હિન્દી ફિલ્મ જગતના લોકો સામે પણ દોષારોપણ નથી કરતી. તો પછી અદા શર્માનો વાંક શું છે?
એનો વાંક એટલો જ કે તેણે ‘ધ કેરળ સ્ટારી’ અને ‘બસ્તર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોના પાઝિટિવ રિવ્યૂ પણ ગુગલમાં કે મીડિયામાં જોવા મળે તો કહેજો.
‘બિગ બાસ’માં અનુપ જલોટાના જસલીન મથારુ સાથેના લફરા વિશે સાંભળ્યું હશે, પરંતુ તેમના ઘરે થતી સંગીતમય અદ્‌ભુત પાર્ટીઓ વિશે નહીં વાંચ્યું કે સાંભળ્યું હોય, એનું કારણ છે અનુપ જલોટા નૂસરત ફતેહ અલી ખાનની જેમ કથિત (કથિત એટલા માટે કારણકે તેમને ભારતનું મીડિયા સૂફી ગીતો તરીકે પ્રસ્તુત કરે છે, નહીં તો તેમણે ‘કુછ તો સોચો મુસલમાન હો તુમ, કાફિર કો ઘર મેં ન બિઠાઓ, લૂટ લેંગે ઇમાન હમારા, અપને ચેહરે સે ગેસૂ હટાઓ’ ગાયું છે) સૂફી ગીતો નથી ગાતા, તેઓ ભજન ગાય છે.
ભારતનું મીડિયા હિંડનબર્ગના અદાણી સામેના આક્ષેપો તો યથાતથ છાપી શકે છે, સેબીનાં વડાં માધવી બુચની સામેના અનર્ગલ આક્ષેપો યથાતથ છાપી શકે છે, પરંતુ આ જ મીડિયામાં સલાહ ઉદ્દીન શોએબ ચૌધરી વિશે ક્યારેય તમે વાંચ્યું, સાંભળ્યું? (રિપબ્લિકન ચેનલ, ટાઇમ્સ નાવને બાદ કરતાં?)
સલાહ ઉદ્દીન શોએબ ચૌધરી બાંગ્લાદેશના મુસ્લિમ પત્રકાર છે, પરંતુ ભારતના મીડિયાએ તેમનો અઘોષિત બહિષ્કાર કર્યો છે. એક મુસ્લિમ પત્રકારનો બહિષ્કાર ભારતનું મીડિયા કરે? વિચિત્ર લાગે ને આ વાત?
અસદુદ્દીન ઓવૈસી, તસલીમ રહેમાની, શોએબ જમાઈ વગેરે જેટલા કટ્ટરવાદી
આભાર – નિહારીકા રવિયા મુસ્લિમો છે તેમને ટીવી પર અંજના ઓમ કશ્યપ, ચિત્રા ત્રિપાઠી વગેરે એન્કરો દ્વારા ઓવૈસી સાહબ, રહમાની સાહબ, શોએબ સાહબ કહીને મૃદુ સ્વરમાં પ્રશ્નો પૂછતાં જોયા હશે. આ લોકો ટીવી ઍન્કરોના પ્રિય છે. કેમ? કારણકે તેઓ હિન્દુવાદીઓ વિરુદ્ધ બેફામ બોલે છે. પરંતુ સલાહ ઉદ્દીન શોએબ ચૌધરી એક મુસ્લિમ હોવા છતાં તેમનાથી ૯૯.૯૮ ટકા મીડિયા દૂરી રાખે છે કારણ?
તમે જ તેમના આક્ષેપો જાણો, સમજી જશો.
૧. રાહુલ વિન્ચીએ ભારત વિરોધી (ભાજપ વિરોધી નહીં) બાંગ્લાદેશી નેશનલ પાર્ટી (બીએનપી)ના નેતા અને પૂર્વ પ્રમુખ ખાલિદા ઝિયાના પુત્ર તારીક રહમાન સાથે લંડનમાં ગુપ્ત મંત્રણા કરી હતી અને બાંગ્લાદેશમાં શૈખ હસીનાની સત્તા ઉથલાવવા લીલી ઝંડી આપી હતી. તે પછી રાહુલ વિન્ચી અને તેમની માતા અલ્બીના એન્ટોનિયો માઇનો જ્યાર્જ સોરોસ અને અન્યોના પૈસે ભારતમાં પણ ષડયંત્રો કરી રહ્યાં છે.
૨. બાંગ્લાદેશમાં શૈખ હસીનાને ભાગવા ફરજ પડાઈ તે પછી તેમના પક્ષના લોકોને, સરકારના અધિકારીઓને, અરે! હિન્દુ શિક્ષકોની વીણીવીણીને કાં તો હત્યા કરાય છે, કાં ત્યાગપત્ર આપવા ફરજ પડાય છે, પરંતુ ડા. ગૌહર રિઝવી બચી ગયા છે. કેમ? કારણકે તેમનાં પત્ની ઍગ્નીઝ બરોલો ભારતની એક ખૂબ જ મહ¥વની મહિલા નેત્રીનાં પિતરાઈ છે?
૩. કાંગ્રેસના આઈટી સેલનું ડામેઇન (યુઆરએલ એડ્રેસ) શા માટે ભારતના બદલે ચીનના સિચુઆન પ્રાંતમાં નોંધાયેલું છે? શું કાંગ્રેસનું આઈટી સેલ ચીનનું સંગઠન છે?
૪. પાકિસ્તાનના આઈએસઆઈના વડા બ્રિગેડિયર રિયાઝ હુસૈનને ભારતના મુખ્ય રાજકીય પક્ષના કયાં અગ્રણી મહિલા નેત્રી મળ્યાં હતાં અને કોણે તેમની સાથે સતત સંપર્ક ચાલુ રાખ્યો છે? આ વડાના સંકેતથી જ આ મહિલા નેત્રીએ એક અત્યંત દેખાવડા પૂર્વ વડા પ્રધાન સાથે લગ્ન નહોતાં કર્યાં? આ આૅપરેશનનું નામ આઈએસઆઈએ ‘લવલી માઇના’ રાખ્યું હતું. આ નેત્રી કોણ? અને ૭ નવેમ્બર ૨૦૧૪ સુધી કયાં મહિલા નેત્રીએ આઈએસઆઈના વડા લેફ્‌ટ. જન. ઝહીરુલ ઇસ્લામ સાથે સંપર્ક રાખ્યો હતો?
૫. જેમનું નામ સોનિયા છે તેમણે પોતાના નાગરિકત્વ પ્રાપ્ત કરેલા દસ્તાવેજમાં ‘ઍન્ટોનિયો માઇનો ગાંધી’ તરીકે કેમ સહી કરી હતી?
૬. રાહુલ વિન્ચી ઇંગ્લેન્ડ અને ઇટાલી બંનેનું નાગરિકત્વ ધરાવે છે. તેમણે દાયકાઓથી ભારતીય પાસપાર્ટ બે અલગ નામે રાખેલો છે. મ્યાંમારમાં ગાર્ડન ગેસ્ટ હાઉસમાં જાય છે ત્યારે સિક્યારિટીને કેમ સાથે નથી રાખતા? ગેસ્ટ હાઉસના સ્વામી ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરા કેમ સ્વિચ આૅફ કરી દે છે? શું આ ગેસ્ટ હાઉસ દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીનું પણ માનીતું નથી?
૭. ૩ ડિસેમ્બર ૨૦૦૬એ રાહુલ વિન્ચી અને તેમના બે બ્રિટિશ નાગરિકો, બે ઇટાલિયન નાગરિકો સહિત છ મિત્રોએ અમેઠીના વીઆઈપી ગેસ્ટ હાઉસમાં કાંગ્રેસના નેતા બલરામસિંહની પુત્રી સુકન્યા દેવી પર બળાત્કાર કર્યાનો અને પછી તેનું મોઢું બંધ રાખવા તેને પચાસ હજાર રૂપિયા આૅફર કર્યાનો કેસ સર્વોચ્ચ ન્યાયાલયે ફગાવી દીધો હતો પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે કે મીડિયાએ એ પ્રશ્ન કેમ ન કર્યો કે સુકન્યા દેવી અને તેનો પરિવાર ક્યાં અદૃશ્ય (ગાયબ) થઈ ગયો? કેમ ગાયબ થઈ ગયો?
એવું નહોતું કે સુકન્યા દેવી અને તેમનો પરિવાર આ ઘટના અંગે મૂંગો રહ્યો. પોલીસ ફરિયાદ કરવા ગયા તો પોલીસે મૂંગા રહેવા અને અમેઠી છોડીને ચૂપચાપ ચાલ્યા જવા કહ્યું હતું. તેમણે પત્રકાર પરિષદ કરી હતી. તેમાં માત્ર બે-ત્રણ વીર પત્રકારો જ ઉપસ્થિત હતા. તેઓ માનવ અધિકાર પંચ સમક્ષ પણ ગયા હતા પરંતુ તેમણે ફરિયાદ નોંધી અને ચાલ્યા જવા કહી દીધું. ૨૦૦૭ પછી તે બધાં ગાયબ છે.
૮. બિહારના ગયાના દેવીસ્થાન કુંદલપુર મંદિરમાંથી ૧,૨૦૦ વર્ષ જૂની મૂર્તિ ચોરી અને દાણચોરી દ્વારા ઇટાલી મોકલી દેવાઈ હતી. આ દાણચોરીનું કૌભાંડ કોનું હતું? ઘણા ભારતીય પર્યટકોએ ઇટાલીની મુલાકાત લીધી ત્યારે ત્યાં કોની બહેન અને માતાની દુકાનમાં આ મૂર્તિ જોઈ હતી?
૯. રાજીવ ગાંધીએ તેમના સમગ્ર જીવનમાં ૧૮૧ રેલી કરી હતી. તેમાં તેમના પરિવારની એક વ્યક્તિ સદા સાથે રહેતી હતી પરંતુ જ્યારે હત્યા થઈ ત્યારે તે કેમ તેમની સાથે નહોતી? તેમાં કાંગ્રેસના કોઈ બીજા નેતાનું મૃત્યુ કેમ નહોતું થયું? માધવરાવ સિંધિયા અને રાજેશ પાઇલાટના શંકાસ્પદ મૃત્યુ પાછળ કોણ હતું? ઈન્દિરા ગાંધીના વેવાઈ- સંજય ગાંધીના સસરા- કર્નલ આનંદની તેમના ફાર્મ હાઉસમાં ગોળી મારીને કોણે હત્યા કરી હતી? સંજય ગાંધી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ઈન્દિરા ગાંધીના પરિવારમાં એવું કોણ આવ્યું જેના આવ્યા પછી આ બધી હત્યા અચાનક શરૂ થઈ?
એટલું જ નહીં, પ્રિયંકા ગાંધી વાડ્રાના સસરા રાજેન્દ્ર વાડ્રા દિલ્લીના એક ગેસ્ટ હાઉસમાં મૃત મળી આવ્યા હતા. નણંદનું જયપુર-દિલ્લી રાજમાર્ગ પર કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દિયર મુરાદાબાદની એક હાટલમાં મૃત્યુ પામેલ મળી આવ્યો હતો. આ બધા પાછળ કોણ હતું?
૧૦. ૨૦૨૨માં પંજાબમાં એક જનસભા સંબોધવા સડક માર્ગે જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માર્ગ બ્લાક કરી દેવાયો હતો અને તેઓ માંડમાંડ બચ્યા હતા. આ ષડયંત્ર કોનું હતું? કઈ સરકારે તેમની સુરક્ષામાં ચૂક કરી હતી?
૧૧. હેડવિજ એન્ટોનિયો અલ્બીના માઇનો સરકારની કિંમતી સંપત્તિ એવા દિલ્લીના એક દસ નંબરી બંગલામાં ત્રણ દાયકાથી વધુ સમયથી રહે છે. આ બંગલાનો દસ્તાવેજ તેમના નામે નથી.
૧૨. રાલી બુક્સ દ્વારા પ્રકાશિત અને જેવિયર મારો દ્વારા લિખિત ‘રેડ સારી’ પુસ્તક પર ભારતમાં ૨૦૦૮માં કેમ પ્રતિબંધ મૂકાયો હતો? આ પુસ્તક પર પ્રતિબંધ ઇ. સ. ૨૦૧૫માં ઉઠાવી લેવાયો હતો.
માન્યું કે મેઇનસ્ટ્રીમ મીડિયાએ સલાહ ઉદ્દીન શોએબ ચૌધરીને બહિષ્કાર કર્યો, પરંતુ સાશિયલ મીડિયા બહાદુર પત્રકારો સરકારો વિરુદ્ધ લખવામાં વીરતા બતાવે છે તેઓ સાશિયલ મીડિયામાં કેમ આ પત્રકારને સમર્થન નથી કરતા? કોનો ડર લાગે છે?
આવા આક્ષેપો કરીને સલાહ ઉદ્દીન શોએબ ચૌધરીએ પોતાના પ્રાણ સંકટમાં મૂક્યા છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદી મુસ્લિમોએ તેમને હિટલિસ્ટમાં મૂકી દીધા છે. કાંગ્રેસ શાસિત કર્ણાટકના બેંગ્લુરુમાં તેમના વિરુદ્ધ અને તેમનો ઇન્ટરવ્યૂ રજૂ કરનાર જયપુર ડાયલાગ્સ નામની પૂર્વ આઈએએસ અધિકારી સંજય દીક્ષિતની યૂ ટ્યૂબ ચેનલ વિરુદ્ધ કર્ણાટક કાંગ્રેસ નેતા શ્રીનિવાસ જી.એ ફરિયાદ કરી છે. કાંગ્રેસને કેમ આ પત્રકારથી ડર છે? કેમ ફૅક ન્યૂઝની ફરિયાદ નોંધાવી? મેઇનસ્ટ્રીમ મીડિયાએ સલાહ ઉદ્દીન ચૌધરીના આક્ષેપોનો તો ‘બેધડક’ બહિષ્કાર કર્યો પરંતુ એવા સમાચાર જરૂર ફેલાવ્યા કે બેંગ્લુરુ પોલીસે તેમની ધરપકડ કરી. આની સામે સલાહ ઉદ્દીને ‘ઍક્સ’ (ટિ્‌વટર) પર લખ્યું કે આવું કંઈ નથી. જો આ સમાચાર સાચા હોય તો પોલીસે મને કાર્ટમાં કેમ રજૂ નથી કર્યો? વાત સાચી છે. જો તેમને પકડી લેવાયા હોય તો તે પછી તેઓ ટ્‌વીટ પર ટ્‌વીટ કેવી રીતે કરી શકે? કાંગ્રેસની પોલીસ જેલમાંથી આ સુવિધા આપે ખરી? તો ફૅક ન્યૂઝ કોણ ફેલાવે છે, તમે જ સમજી જાવ.