પૂર્વિય લદાખની લશ્કરી મડાગાંઠ પાંચમાં વર્ષમા પ્રવેશ કરી રહી છે તેમ છતાં તેનો હજુ સુધી કોઇ સુખદ અને સર્વસ્વિકૃત ઉકેલ આવ્યો નથી એવા સમયે વિદેશમંત્રી એસ. જયશંકરે આજે કહ્યું હતું કે ભારતને હજુ આશા છે કે ચીન સાથે જે કોઇ બાકીના સરહદી વિવાદો ઉકેલ્યા વિનાના રહ્યા છે તેનો ઝડપથી ઉકેલ આવી જશે. તે સાથે તેમણે સરહદ ઉપર શાંતિ અને સૌહાર્દ જળવાઇ રહે તો જ દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બની શકે એવી ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી.
જયશંકરે કહ્યુ હતું કે હવે જે મુદ્દા ઉકેલ માટે બાકી રહ્યા છે તેમાં કેટલાંક વિસ્તારોમાં ભારતીય લશ્કરના પેટ્રોલિંગ કરવાના અધિકાર સંબંધી અને પેટ્રોલિંગ કરવાની ક્ષમતા સંબંધી છે. આપણે આશા રાખવી જાઇએ કે જે કાંઇ મુદ્દા હજુ વણઉકલ્યા છે તે અંગે પણ કોઇ મજબૂત અને સર્વમાન્ય ઉકેલ આવે, કેમ કે હવે મુદ્દા ફક્ત ભારતીય જવાનોના પેટ્રોલિંગના અધિકારને લગતા અને પેટ્રોલિંગ કરવાની ક્ષમતા સંબંધી છે.
અગાઉ આ મુદ્દે ભારતનો શો અભિગમ છે તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટું ચિત્ર રજૂ કર્યુ હતું. આપણે આશા રાખવી જાઇએ કે જે કાંઇ મુદ્દા હજુ વણઉકલ્યા છે તે અંગે પણ કોઇ મજબૂત અને સર્વમાન્ય ઉકેલ આવે, કેમ કે હવે મુદ્દા ફક્ત ભારતીય જવાનોના પેટ્રોલિંગના અધિકારને લગતા અને પેટ્રોલિંગ કરવાની ક્ષમતા સંબંધી છે.