ભારત ૧૯ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ગ્લોબલ એઆઈ સમિટનું નેતૃત્વ કરી રહ્યું છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સમિટ માટે ભારતના નેતૃત્વની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એઆઇએ “એકદમ મહત્વપૂર્ણ મુદ્દો” છે અને આપણા સમયના સૌથી મોટા પડકારોમાંનો એક છે. ગુટેરેસે કહ્યું કે તેઓ ૧૯-૨૦ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં યોજાનારી ભારત-એઆઇ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ માં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં એઆઇ એક્શન સમિટમાં આ જાહેરાત કરી. ભારતમાં યોજાઈ રહેલી એઆઇ-ઇમ્પેક્ટ સમિટ ગ્લોબલ સાઉથમાં યોજાનારી પ્રથમ વૈશ્વિક છૈં સમિટ હશે. તે ‘લોકો, પ્લેનેટ અને પ્રગતિ’ ના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. બુધવારે, ગુટેરેસે કહ્યું, “હું ત્યાં હાજર રહીશ. આ બેઠકમાં ભાગ લેવાની તક મળતાં મને ખૂબ આનંદ થયો. મારું માનવું છે કે છૈં આજે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને આપણા સમયના સૌથી મોટા પડકારોમાંનો એક છે. તેથી, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે દેશો એકસાથે આવે અને નાગરિક સમાજ સહિત, કોઈપણ પરિસ્થિતિમાં તેની ચર્ચા કરે.” “અને આ સમિટમાં નેતૃત્વ લેવા બદલ હું ભારતની પ્રશંસા કરું છું.”
ગુટેરેસે કહ્યું કે સમિટમાં તેમનો સંદેશ ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટના નિષ્કર્ષ સાથે સીધો જાડાયેલો રહેશે. તેઓ રાષ્ટ્રના વડાઓ અને સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલની ભૂમિકા, સંવાદોમાંથી શું અપેક્ષા રાખવી અને વિકાસશીલ દેશોમાં ક્ષમતા નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને કેવી રીતે વધુ સારી રીતે એકત્ર કરી શકાય તે વિશે માહિતી આપશે. …અને મને લાગે છે કે ભારત જેવા વિકાસશીલ દેશ માટે, જ્યાં નોંધપાત્ર સંભાવનાઓ પહેલાથી જ અસ્તીત્વમાં છે, આ ઉદ્દેશ્ય આ સમિટનો કેન્દ્રિય ભાગ છે. ભારત-એઆઈ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ ‘લોકો, ગ્રહ અને પ્રગતિ’ ના સિદ્ધાંતો પર આધારિત છે. તે એવા ભવિષ્યની કલ્પના કરે છે જ્યાં એઆઈ માનવતાને આગળ ધપાવે, સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપે અને આપણા સહિયારા ગ્રહનું રક્ષણ કરે.
૨૦૨૪ ફ્યુચર સમિટમાં અગાઉ અપનાવવામાં આવેલ ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ, ખુલ્લા, સુરક્ષિત અને સમાવિષ્ટ ડિજિટલ ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણને નિર્ધારિત કરે છે. આમાં એઆઇ પર એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ બનાવવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે, જે વૈજ્ઞાનિક સમજણને આગળ વધારશે અને શ્રેષ્ઠ ઉપલબ્ધ પુરાવાઓ સાથે આંતરરાષ્ટ્રીય ચર્ચાઓને માહિતી આપશે. ગુટેરેસે વિશ્વભરના ૪૦ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ભલામણ કરી છે, જેમાં આઇઆઇટી મદ્રાસ ખાતે ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિભાગના વડા બલરામન રવિન્દ્રનનો સમાવેશ થાય છે. આ પેનલ ફ્યુચર પેક્ટમાં સભ્ય દેશોના આદેશનો સીધો પ્રતિભાવ છે, જેનો ઉદ્દેશ્ય ઉભરતી તકનીકોના બહુપક્ષીય ઉકેલોને મજબૂત બનાવવાનો છે. તે એઆઇ જ્ઞાનના અંતરને દૂર કરનાર અને અર્થતંત્રો અને સમાજા પર એઆઇના વાસ્તવિક પ્રભાવોનું મૂલ્યાંકન કરનાર પ્રથમ વૈશ્વિક, સંપૂર્ણ સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થા હશે.