કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ભારતમાં વધુ કોવિડ-૧૯ મૃત્યુદરના મુદ્દા પર સ્વિટ્‌ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્‌ડ ઇકોનોમિક ફોરમ માં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) ના પ્રતિનિધિઓ સાથે અનૌપચારિક ચર્ચા કરી શકે છે. આ બાબતથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા હાલમાં ડબ્લ્યુઇએફમાં હાજરી આપવા માટે તેમના કેટલાક કેબિનેટ સાથીદારો સાથે જીનેવામાં છે.
આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી ડબ્લ્યુએચઓના તાજેતરના વિવાદાસ્પદ દાવાનો મુદ્દો ઉઠાવી શકે છે. હકીકતમાં, થોડા સમય પહેલા વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડા જોહેર કર્યા હતા, જે ભારત સરકારના આંકડાઓથી તદ્દન અલગ હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૧ જોન્યુઆરી, ૨૦૨૦ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ વચ્ચે કોવિડને કારણે ૪૭ લાખ લોકોના મોત થયા છે. જ્યારે ભારત સરકારના સત્તાવાર આંકડા મુજબ આ સંખ્યા લગભગ ૫૨૦,૦૦૦ હોવાનું કહેવાય છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે, “એવી સંભાવના છે કે કેન્દ્રીય મંત્રી ડબ્લ્યુઇએફ ખાતે ડબ્લ્યુએચઓ પ્રતિનિધિઓ સાથે આ મુદ્દે ચર્ચા કરે. આ તાજેતરમાં વિવાદનો વિષય બન્યો છે, જ્યારે ડબ્લ્યુએચઓએે આંકડા જોહેર કર્યા ત્યારે સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે કોવિડથી જે રીતે વધુ મૃત્યુનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તેનાથી તે સહમત નથી. ભારત હવે ડબ્લ્યુએચઓ સાથે વ્યક્તિગત રીતે આ મુદ્દે ચર્ચા કરી શકે છે.
૫ મે ના રોજ,ડબ્લ્યુએચઓએ એક અહેવાલ બહાર પાડ્યો હતો કે ભારતમાં કોવિડ-૧૯ને કારણે મૃત્યુઆંક ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી નોંધાયેલા ૪૮૧,૦૦૦ કોવિડ-૧૯ મૃત્યુ કરતાં લગભગ ૧૦ ગણો હતો. જોકે, ભારત સરકારે ડબ્લ્યુએચઓ ના મૂલ્યાંકન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે “પ્રક્રિયા, પદ્ધતિ અને પરિણામ” ઘણી બધી બાબતોમાં ખામીયુક્ત છે. સરકારી અધિકારીઓએ તે સમયે કહ્યું હતું કે આ મામલો તમામ યોગ્ય પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવશે.
ડબ્લ્યુએચઓ નો રિપોર્ટ જોહેર થયા પછી, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે કહ્યું હતું કે, “ભારત આ સંખ્યાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે. અમે આ મામલો ડબ્લ્યુએચઓ સાથે ઉઠાવીશું અને વિશ્વ સમક્ષ અમારું વલણ પણ રજૂ કરીશું.”