એશિયામાં દેશોની સંબંધિત શક્તિને ક્રમ આપવા માટે સંસાધનો અને પ્રભાવના આધારે રેન્કિંગ માપવામાં આવે છે. આ પ્રોજેક્ટ પાવરના હાલના વિતરણનો નકશો બનાવે છે જે તે આજે છે, અને સમય જતાં સત્તામાં થતા ફેરફારોને આધારે પણ માપવામાં આવે છે.
ભારત એશિયામાં મીડિયમ પાવરફૂલ દેશતરીકે સ્થાન ધરાવે છે. એશિયાના ચોથા સૌથી શક્તિશાળી દેશ તરીકે, ભારત ફરીથી ૨૦૨૧ માં મેજર પાવર થ્રેશોલ્ડથી થોડું ઓછું પડે છે.
તેનો સ્કોર ૨૦૨૦ ની સરખામણીમાં બે પોઈન્ટનો ઘટાડો થયો છે. ભારત ૨૦૨૧ માં તેના એવરેજ સ્કોરમાં નીચે તરફ ટ્રેન્ડ ધરાવતા અઢાર દેશોમાંનો એક દેશ છે. એવું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
દેશ તેના ભવિષ્યના સંસાધનોના આધારે માપદંડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જ્યાં તે ફક્ત યુએસ અને ચીનથી જ પાછળ છે. જો કે, કોરોનાવાયરસ મહામારીની અસરને કારણે એશિયાની ત્રીજી-સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે ગુમાવેલી વૃદ્ધિની સંભાવના ૨૦૩૦ માટે ઓછી આર્થિક સમૃદ્ધિ તરફ દોરી ગઈ છે, લોવી ઇન્સ્ટિટ્યુટ આવું જણાવ્યું હતું.
આર્થિક ક્ષમતા, લશ્કરી ક્ષમતા, સ્થિતિસ્થાપકતા અને સાંસ્કૃતિક પ્રભાવઃ ભારત અન્ય ચાર માપદંડોમાં ભારત ચોથા સ્થાને છે એક તો સંરક્ષણ નેટવર્કમાં ભારત ૭મા સ્થાન છે, જે તેની પ્રાદેશિક ડિફેન્સ ડિપ્લોમસીમાં પ્રગતિ દર્શાવે છે. ખાસ કરીને ક્વાડ સિક્યોરીટી ડાયલોગ જેમાં ઓસ્ટ્રેલિયા, જોપાન અને યુએસનો સમાવેશ થાય છે. બીજી તરફ, ભારત આર્થિક સંબંધો માટે ૮માં સ્થાને સરકી ગયું છે, કારણ કે તે પ્રાદેશિક ટ્રેડ ઇન્ટીગ્રેશનના પ્રયાસોમાં વધુ પાછળ છે, લોવી ઇન્સ્ટિટ્યુટ જણાવ્યું હતું.