૧૫ ઓગસ્ટ આવતાની સાથે જ સમગ્ર દેશનું વાતાવરણ દેશભક્તિથી ભરેલું જોવા મળે છે. આ દિવસે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે ૧૫ ઓગસ્ટ એ ફક્ત ભારતનો સ્વતંત્રતા દિવસ નથી પણ બીજા ૪ દેશો છે જેમનો સ્વતંત્રતા દિવસ પણ ૧૫ ઓગસ્ટે જ છે.
લિક્ટેનસ્ટેઇનઃ લિક્ટેનસ્ટેઇનને પણ ૧૮૬૬માં ૧૫ ઓગસ્ટે આઝાદી મળી હતી. તે યુરોપનો એક નાનો દેશ હતો પરંતુ જર્મન યુનિયનથી અલગ થયા પછી તેને આઝાદી મળી.,દક્ષિણ કોરિયાઃ દક્ષિણ કોરિયાને ૧૯૪૫માં ૧૫ ઓગસ્ટે આઝાદી મળી હતી. બીજા વિશ્વયુદ્ધના અંતે જ્યારે જાપાનનો પરાજય થયો ત્યારે કોરિયા જાપાની શાસનમાંથી મુક્ત થયું હતું. અગાઉ, ૧૯૧૦ થી ૧૯૪૫ સુધી, કોરિયા જાપાની શાસન હેઠળ હતું. બાદમાં, જ્યારે જાપાને શરણાગતિ સ્વીકારી, ત્યારે કોરિયાને પણ આઝાદી મળી. આ પછી, કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વિભાજિત થયું.,કોંગોઃ કોંગો, જે એક આફ્રિકન દેશ હતો, તેને ૧૯૬૦માં ૧૫ ઓગસ્ટે આઝાદી મળી હતી. તે ફ્રાન્સથી મુક્ત થયો હતો. આઝાદી પછી, તેનું નામ કોંગો રિપબ્લીક રાખવામાં આવ્યું. આ દિવસ “કોંગોલીઝ રાષ્ટ્રીય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.,બહેરીનઃ બહેરીનને પણ ૧૫ ઓગસ્ટ ૧૯૭૧ ના રોજ આઝાદી મળી હતી. તે બ્રિટનથી આઝાદ થયું હતું. બહેરીનને એક કરાર હેઠળ બ્રિટનથી આઝાદી મળી હતી.








































