ભારત અને ઇઝરાયલ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, વિદેશ મંત્રી ડા. એસ. જયશંકરે નવી દિલ્હીમાં ઇઝરાયલી વિદેશ મંત્રી ગિડીઓન સાર સાથે મુલાકાત કરી. આ બેઠક દરમિયાન, બંને દેશોએ આતંકવાદ, નવીનતા, કૃષિ અને વૈશ્વિક શાંતિ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી.જયશંકરે કહ્યું કે ભારત અને ઇઝરાયલ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનો સાચો અર્થ વિશ્વાસ, સહયોગ અને સહિયારા મૂલ્યો પર આધારિત સંબંધ છે. અમે મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપ્યો છે. બંને દેશો આતંકવાદના સામાન્ય પડકારનો સામનો કરે છે, તેથી વિશ્વ આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ અપનાવે તે મહત્વપૂર્ણ છે.ગાઝા ક્ષેત્રની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, જયશંકરે કહ્યું કે ભારત ગાઝા શાંતિ યોજનાને સમર્થન આપે છે અને આશા રાખે છે કે તે સ્થાયી શાંતિ ઉકેલ માટે માર્ગ મોકળો કરશે. તેમણે બંધકોની મુક્તિ અને મૃતકોના નશ્વર અવશેષોના પરત આવવાનું પણ સ્વાગત કર્યું.વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલ દ્વિપક્ષીય રોકાણ કરાર એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે નોંધ્યું કે કૃષિ, અર્થતંત્ર, પર્યટન અને નાણાંનું પ્રતિનિધિત્વ કરતા ઇઝરાયલી મંત્રીઓ પહેલાથી જ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. જયશંકરે જણાવ્યું હતું કે ભારતે રેલ્વે, રોડ, બંદર, આરોગ્ય અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં નવી ક્ષમતાઓ વિકસાવી છે. “અમે આ ક્ષેત્રોમાં ઇઝરાયલ સાથેની અમારી ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ,” તેમણે કહ્યું.ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડોન સારએ કહ્યું, “અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત એકતાની પ્રશંસા કરીએ છીએ. અમને યાદ છે કે ૭ ઓક્ટોબરના રોજ હમાસના હુમલા પછી વડા પ્રધાન નેતન્યાહૂને ફોન કરનારા પીએમ મોદી પ્રથમ વિશ્વ નેતા હતા. અમે આ ક્્યારેય ભૂલીશું નહીં.”ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડોન સાર, વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથેની તેમની મુલાકાત દરમિયાન, જણાવ્યું હતું કે કટ્ટરપંથી આતંકવાદ ભારત અને ઇઝરાયલ બંને માટે એક સામાન્ય ખતરો છે. તેમણે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. સારએ જણાવ્યું હતું કે ઇઝરાયલ લાંબા સમયથી આતંકવાદી સંગઠનો તરફથી ધમકીઓનો સામનો કરી રહ્યું છે જેમણે પોતપોતાના પ્રદેશોમાં આતંકવાદના ઠેકાણા સ્થાપિત કર્યા છે.તેમણે જણાવ્યું હતું કે હમાસ (ગાઝા), હિઝબુલ્લાહ (લેબનોન) અને હુથી (યમન) જેવા કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો આપણા પ્રદેશની સ્થિરતા અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પડકાર છે. તેમને ખતમ કરવા જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હમાસને નિઃશસત્રકરવું અને ગાઝાને લશ્કરી રીતે મુક્ત કરવું એ રાષ્ટ્રપતિ ટ્રમ્પની યોજનાનો મુખ્ય ભાગ છે અને આ અંગે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. પ્રાદેશિક ભાગીદારી પર બોલતા, સારએ જણાવ્યું હતું કે ઇઝરાયલ ભારત સાથે પ્રાદેશિક જાડાણ અને આર્થિક સહયોગ વધારવાનું સમર્થન કરે છે. તેમણે જણાવ્યું હતું કે આઇટુયુટુ (ભારત-ઇઝરાયલ-યુએઈ-યુએસ) અને આઇએમઇસી (ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર) જેવા પ્રોજેક્ટ્સ આપણા પ્રદેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. અમે દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે જાડાણ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને ઇઝરાયલનો સેમિકન્ડક્ટર અને સાયબર સુરક્ષામાં સહયોગનો લાંબો ઇતિહાસ છે. તેમણે માહિતી આપી હતી કે ભારત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે અને ઇઝરાયલની ભાગીદારીનું સ્વાગત કરે છે.જયશંકરે નોંધ્યું કે મોટી સંખ્યામાં ભારતીય કામદારો હવે ઇઝરાયલમાં કામ કરી રહ્યા છે, અને તેમના કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા જરૂરી છે. તેમણે કહ્યું કે બંને દેશોએ આ દિશામાં સાથે મળીને કામ કરવું જાઈએ. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા કરી. જયશંકરે કહ્યું કે બહુપક્ષીય મંચો પર ભારત અને ઇઝરાયલની ભાગીદારી ખૂબ જ મૂલ્યવાન છે.









































