ભારત અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે એક મુખ્ય અપડેટ બહાર આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે બંને દેશો આગામી ૪-૫ દિવસમાં સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.
સરકારે જણાવ્યું કે ભારત-અમેરિકા વેપાર કરારનો પ્રથમ તબક્કો લગભગ તૈયાર છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત નિવેદન પછી કરારને ઔપચારિક બનાવવામાં આવશે, અને માર્ચના મધ્ય સુધીમાં ઔપચારિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે સંયુક્ત નિવેદન બહાર પાડ્યા પછી, ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ ટેરિફમાં ૧૮% ઘટાડો કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરશે.
ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચે મુક્ત વેપાર કરાર માટે સંદર્ભ શરતોના હસ્તાક્ષર સમારોહ દરમિયાન ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, યુએસ સાથે વધતા વેપાર જાડાણના ભાગ રૂપે, ફક્ત યુએસ વિમાન, એÂન્જન અને અન્ય ઉત્પાદનો માટે ભારતના ઓર્ડર ૧૦૦ બિલિયનથી વધુ થશે.
ગોયલે કહ્યું કે ભારત અને જીસીસી વચ્ચેના વેપાર સંબંધો ૫,૦૦૦ વર્ષ જૂના છે અને આ કરાર માલ અને સેવાઓના મુક્ત પ્રવાહને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે સરકાર વિકસિત દેશો સાથે એફટીએ પર સક્રિયપણે કામ કરી રહી છે.
મંત્રીના મતે, આ કરારથી એમએસએમઇ, ખેડૂતો, માછીમારો, યુવાનો અને ઉત્પાદન ક્ષેત્રને ઘણો ફાયદો થશે. ફૂડ પ્રોસેસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોને ખાસ કરીને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત અને યુએસ પૂરક અર્થતંત્રો છે અને બંને દેશો વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર કરાર બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે. વાટાઘાટો પ્રક્રિયા અંગે ટેકનિકલ સ્પષ્ટતા આપતા વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે યુએસ ટેરિફ એક્ઝિક્યુટિવ ટેરિફ છે, જ્યારે ભારતના ટેરિફ એમએફએન (મોસ્ટ ફેવર્ડ નેશન) શ્રેણી હેઠળ આવે છે. તેથી, ભારતમાં એમએફએન ટેરિફમાં ઘટાડો ફક્ત કાનૂની કરાર પર હસ્તાક્ષર કર્યો પછી જ શક્ય બનશે.
ગોયલે લોકસભામાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૫ માં વડા પ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પછી બંને દેશો સતત દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. આ વેપાર કરારની ઔપચારિક જાહેરાત ૨ ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત બાદ કરવામાં આવી હતી.
મંત્રીએ ગૃહમાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે લગભગ એક વર્ષ ચાલેલી વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ તેમના સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ સુનિશ્ચિત કર્યું હતું. ભારતે ખાસ કરીને કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોનું રક્ષણ કર્યું હતું, જ્યારે અમેરિકા માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોને સંતુલિત કર્યો હતા.
આ દ્વિપક્ષીય વેપાર કરાર ૨૦૨૫ માં ઔપચારિક રીતે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં ભારત-અમેરિકા વેપારને ઇં૧૯૧ બિલિયનથી વધારીને ઇં૫૦૦ બિલિયન કરવાનો હતો.