વર્લ્ડ ચેમ્પીયનશીપ ઓફ લિજેન્ડ્‌સની બીજી સીઝન ૧૮ જુલાઈએ શરૂ થઈ હતી, જેમાં ૨૦ જુલાઈએ એજબેસ્ટન મેદાન પર ભારત ચેમ્પીયન અને પાકિસ્તાન ચેમ્પીયન વચ્ચે મેચ રમવાની હતી. ભારતીય ચાહકો તરફથી આ મેચ અંગે ઘણી ટીકા થઈ હતી, ત્યારબાદ હવે ટૂર્નામેન્ટનું આયોજન કરતી આયોજક સમિતિએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડિયાચેમ્પિયન ટીમનો ભાગ રહેલા હરભજન સિંહ, શિખર ધવન, યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે પહેલાથી જ આ મેચમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે, જેના પછી દરેક ક્ષેત્રમાં તેની અસર જાવા મળી રહી છે. વર્લ્ડ ચેમ્પીયનશીપ ઓફ લિજેન્ડ્‌સની બીજી સીઝનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે પહેલાથી જ ઘણી ટીકા થઈ રહી હતી, ત્યારબાદ શિખર ધવને ટુર્નામેન્ટ રમતી વખતે પોતાની સંમતિ આપીને પાકિસ્તાન સામેની મેચમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત હરભજન સિંહે મેચના એક દિવસ પહેલા મેચમાં ન રમવાની પણ માહિતી આપી હતી. હવે આ વિરોધને ધ્યાનમાં રાખીને, ટુર્નામેન્ટ આયોજક સમિતિએ મેચ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો, જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને આપી છે.

ડબ્લ્યુસીએલ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં કુલ ૬ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિજ અને દક્ષિણ આફ્રિકાની ટીમો શામેલ છે. બધી ટીમોમાં ઘણા અનુભવી ભૂતપૂર્વ ખેલાડીઓ મેદાનમાં પાછા ફરી રહ્યા છે. પાકિસ્તાન ચેમ્પિયન સામેની મેચ રદ થયા બાદ, હવે ઇÂન્ડયા ચેમ્પિયન ટીમ ટુર્નામેન્ટમાં પોતાનો આગામી મેચ ૨૨ જુલાઈએ નોર્થમ્પ્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા ચેમ્પિયન સામે રમશે, જેમાં મેચ ભારતીય સમય મુજબ સાંજે ૫ વાગ્યે શરૂ થશે.