ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય દર્શકોએ પાકિસ્તાનને ટ્રોલ કર્યું હતું. મેચ શરૂ થઈ એના પહેલા કલાકમાં જ ફેન્સે પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના લાંબા બ્રેક પછી ભારતમાં ફરીથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે આ દરમિયાન કોરોના ગાઈડલાઈનના પાલન સાથે સ્ટેડિયમમાં ફેન્સને પણ પ્રવેશ આપવાની અનુમતિ અપાઈ છે. તેવામાં પાકિસ્તાન વિરોધી નારા લાગતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ઇન્ડિયન કેપ્ટન રહાણેએ પહેલી ટેસ્ટમાં ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં સામાન્યરીતે ઇન્ડિયન પ્લેયર્સને જોઈને ફેન્સ તેમને ચિયર કરતા જોવા મળે છે. પરંતુ આ મેચમાં ઇન્ડિયન ફેન્સ કઈક અલગ જ મૂડમાં હતા. તેઓ શરૂઆતના એક કલાકની ગેમ દરમિયાન જ પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાડવા લાગ્યા હતા. એટલું જ નહીં ફેન્સ પ્રિ લંચ સેશન દરમિયાન પણ આવા નારા લગાવતા જોવા મળ્યા હતા. અત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
શરૂઆતની ઓવરમાં કીવી ફાસ્ટ બોલરની ધારદાર બોલિંગ સામે ઇન્ડિયન ઓપનર સતર્કતાથી બેટિંગ કરી રહ્યા હતા. તેવામાં છઠ્ઠી ઓવરમાં ઇન્ડિયન ફેન્સે મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ચિયર કરવાનું પડતું મુકી પાકિસ્તાન મુર્દાબાદ-મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ત્યારપછી ફેન્સ ઉત્સાહમાં આવીને પાકિસ્તાનને ટ્રોલ કરતા નારા લગાવતા જોવા મળ્યા હતા અને ફેન્સ લાઈવ મેચમાં પોતાના એન્જાયમેન્ટ માટે કઈક અલગ જ પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે.
ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન જે ઘટના જોવા મળી એના પરથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે ઇન્ડિયન ફેન્સ અત્યારે વર્લ્‌ડ કપની હારનો બદલો લેવા માટે આતુર છે. પાકિસ્તાને ભારતને ૧૦ વિકેટથી ૨૦૨૧ના ટી ૨૦ વર્લ્‌ડ કપમાં હરાવી દેતા ફેન્સ પોતાના પાડોશી દેશ સાથે ફરીથી સિરીઝ અથવા મેચ રમાય એની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્લ્‌ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનું પલડું વધારે ભારે રહ્યું છે.