યુનાઈટેડ સ્ટેટ્‌સ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીએ સાંસદોને કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૦માં હિંસક ઝપાઝપીને ધ્યાને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારના સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીએ કોંગ્રેસની એક સુનાવણી દરમિયાન સેનેટની સસ્ત્ર સેવા સમિતી સામે જોખમ સંબંધીત પોતાનો વાર્ષિક રીપોર્ટ રજૂ કર્યો છે. કમિટીએ કહ્યું હતું કે, ભારત અને ચીને બન્નેની વિવાદીત સીમા રેખા પર સૈન્યમાં વધારો કરવાથી બંને પરમાણું શક્તિઓ વચ્ચે સશસ્ત્ર ઘર્ષણ વધવાનું મોટું જોખમ છે. જો સંભવતઃ અમેરિકાના નાગરિકો તથા હિત માટે સીધી રીતે જોખમી હોઈ શકે છે. આ મામલે કમિટીએ અમેરિકાને હસ્તક્ષેપ કરવા માટેની પણ અપીલ કરી છે.
અમેરિકાની ગુપ્તચર એન્જસીએ સોંપેલા રીપોર્ટ સાથે એવું કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે વર્ષ ૨૦૨૦માં જે હિંસક ઘર્ષણ થયું હતું એની અસર જોવા મળી છે. તેથી બે દેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધ યથાવત રહેશે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એલએસી પર સતત ખેંચતાણની પરિસ્થિતિમાં વધારો થવાની આશંકા છે. એટલે કે હજું પણ બે દેશ વચ્ચે તકરાર થવાના એંધાણ છે. ભારતે સતત એ વાત પર ભાર મૂક્યો કે, સીમારેખા પર શાંતિ અને સહયોગથી બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં વિકાસને પ્રાધાન્ય આપીને મહ¥વ આપવામાં આવે. પેંગોગ લેકના વિસ્તારમાં હિંસક ઝપાઝપી બાદ તારીખ ૫ મે ૨૦૨૦ના રોજ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાક વિસ્તારમાં સીમારેખા પાસે મારમારી-લડાઈ થઈ હતી. બન્ને દેશે પોતાના તરફથી મોટી સંખ્યામાં સૈન્ય અને હથિયારો ખડકી દીધા હતા.
ભારત અને ચીને પૂર્વ લદ્દાખનો વિવાદ ઉકેલવા માટે અત્યાર સુધીમાં કુલ ૧૫ વખત સૈન્ય વાર્તા બેઠક કરી છે. જેના પરિણામરૂપે બે દેશે ગત વર્ષે પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી અને ગોગરા વિસ્તારમાં પીછેહટ કરવાના પગલાં લીધા હતા. સીમારેખા પાસે આવેલા સંવેદનશીલ વિસ્તારમાં હજું પણ આશરે ૫૦થી ૬૦ હજોર સૈન્ય જવાન તહેનાત છે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. પાકિસ્તાન ભારત વિરોધી આતંકવાદી સંગઠનને સમર્થન કરતું હોય એનો મોટો અને લાંબો ઈતિહાસ રહ્યો છે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ વાતની સંભાવના વધારે છે કે, ભારત, પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી પ્રત્યે સૈન્યલક્ષી પગલાં લઈ શકે છે. ટૂંકમાં વળતો જવાબ આપી શકે છે.