(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે ભારતે ઓડિશાના દરિયા કિનારે આવેલા ડા એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઇપરસોનિક મિસાઇલનું શનિવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રાજનાથ સિંહે આ મિસાઈલના પરીક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ સાથે ભારત એવા દેશોના પસંદગીના જૂથમાં સામેલ થઈ ગયું છે જે આ પ્રકારની મહત્વપૂર્ણ ટેક્નોલોજી વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઓડિશાના દરિયાકિનારે ડા.એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.”
તેમણે કહ્યું, ‘આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ મહત્વપૂર્ણ સિદ્ધિએ આપણા દેશને એવા દેશોના પસંદગીના જૂથમાં સામેલ કર્યો છે જેઓ આટલી મહત્વપૂર્ણ અને અદ્યતન સૈન્ય તકનીકીઓની ક્ષમતા ધરાવે છે.’ આ સિદ્ધિ માટે સશ† દળો અને ઉદ્યોગને અભિનંદન.
તમને જણાવી દઈએ કે હાઈપરસોનિક મિસાઈલને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે પેલોડને ૧૫૦૦ કિલોમીટરથી વધુ દૂર સુધી લઈ જઈ શકે છે. તેની ખાસિયત એ છે કે તે અંદાજે ૬૧૭૪ કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકે છે. આવી Âસ્થતિમાં તેને શોધવી મુશ્કેલ બની જાય છે. તે આધુનિક સૈન્ય તકનીક, પ્રતિકાર અને ફાયરપાવરથી સજ્જ છે.