ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકીઓની આર્થિક મદદમાં શામેલ દેશોને બહાર કાઢવાનો અનુરોધ કર્યો છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં એ વાત પર જોર આપ્યુ છે કે આતંકવાદી સમૂહોનો નિરંતર વિસ્તાર બધા માટે પડકારરૂપ છે. ભારતે કહ્યુ છે કે જે આતંકવાદીઓને જે જોણીજોઈને નાણાકીય મદદ તેમજ સુરક્ષિત આસરો આપે છે તેવા દેશોની જવાબદેહી નક્કી કરવી જોઈએ અને આ આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી તેમને બહાર કાઢી દેવા જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રાજેશ પરિહારે કહ્યુ, ‘ભારત નાણાકીય મદદ આપીને આતંકવાદના આર્થિક મદદ(સીએફટી) ક્ષમતાઓની કમીવાળા સભ્ય દેશોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોનુ સમર્થન અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.’ નાણાકીય મદદના જોખમ અને પ્રવૃત્તિઓ અને સુરક્ષા પરિષદ સંકલ્પ ૨૪૬૨ના કાર્યાન્વય પર યુએનએસસીની વિશેષ સંયુક્ત બેઠકમાં બોલતા રાજેશ પરિહારે કહ્યુ, ‘આતંકવાદી સમૂહોના નિરંતર વિસ્તાર આપણા સહુના માટે ખતરનાક છે. વાસ્તવિકતા એ છે કે સુરક્ષા પરિષદના પ્રસ્તાવ ૨૪૬૨ના નાણાકીય પોષણનો મુકાબલો કરવા છતાં આતંવાદ(સીએફટી), સભ્ય રાજ્યો દ્વારા આનુ કાર્યાન્વય રાજકીય ઈચ્છાશક્તિની કમી સહિત ઘણા કારણોથી પડકારરૂપ બનેલુ છે.
રાજેશ પરિહારે એ વાત પર પણ જોર આપ્યુ કે નવી નાણાકીય અને ચૂકવણી પ્રોદ્યોગિકીઓના લેટેસ્ટ વલણોએ આતંકવાદી સમૂહોને ધન એકઠુ કરવા અને સ્થાનાંતરિક કરવા માટે તેમનુ શોષણ કરવામાં સક્ષમ બનાવ્યા છે. તેમણે કહ્યુ, ‘બ્લાકચેન ટેકનોલાજી, વર્ચ્યુઅલ/ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ ક્રાઉડસો‹સગ, પ્રીપેડ ફોન કાર્ડ વગેરેના દુરુપયોગે સીએફટીના પ્રયાસો માટે નવુ જોખમ પેદા કર્યુ છે. નકલી ચેરિટી અને એનપીઓના પ્રસારે કોરોના મહામારી દરમિયાનના આ જોખમને વધારી દીધુ છે.’ તેમણે કહ્યુ કે ભારતે પોતાના નાણાકીય ક્ષેત્રોને એફએટીએફ સહિત આંતરરાષ્ટ્રીય માનકો પર લાવવાના ઉપાયો કર્યા છે.