ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્માએ મોહમ્મદ પેગંબર પર કરેલા નિવેદનનો વિવાદ હજુ પણ સમવાનું નામ લેતો નથી. નિપૂર શર્મા અને દિલ્હી ભાજપના પ્રવકતા નવીનકુમાર જિંદલનેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્ચા છે. આમ તો ભારતનો આ એક આંતરિક મામલો છે છતાં કતાર સહિતના અરબ દેશોએ ઉગ્ર વિરોધ નોંધાવતા વિવાદ આંતરરાષ્ટ્રીય બની ગયો છે.
આવા સમયે યુરોપિયન દેશ નેધરલેન્ડની પ્રતિનિધિ સભાના સાંસદ અને નેધરલેન્ડના ચેરમેન ગીર્ટ વિલ્ડર્સે નુપૂર શર્માને ટેકો આપ્યો છે. ખાસ કરીને સાંસદ ગીર્ટ વિલ્ડર્સે એવી પ્રતિક્રિયા આપી છે કે આ મુદ્વે ઇસ્લામિક દેશોની માફી માંગવાની કોઇ જ જરુર નથી. સાંસદે ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે તુષ્ટિકરણ કયારેક ફાયદાકારક નથી. આ એવી બાબત છે વધુ બગાડવાનું કામ કરે છે. ભારતના મારા મિત્રો, ઇસ્લામિક દેશોથી ડરશો નહી.
આઝાદી માટે તૈયાર થઇ જાવ અને પોતાના નેતા નૂપુર શર્માનો બચાવ કરવામાં ગૌરવ કરો અને મકકમ રહો. જા કે સાંસદ ગીર્ટ વિલ્ડર્સે દાવો કર્યો છે કે આ અભિપ્રાય પછી પોતાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ગીર્ટે નેધરલેન્ડમાં દક્ષિણપંથી વિચારધારા માટે જાણીતા છે. તેઓ માને છે કે ધમકીઓ આપવાથી કશું જ મળવાનું નથી અને પોતે સાચું બોલવાનું બંધ કરશે નહી.