(એ.આર.એલ),જાહાનિસબર્ગ,તા.૧૬
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી ટી ૨૦ મેચ જીતીને શ્રેણી ૩-૧થી જીતી લીધી. સંજુ સેમસન અને તિલક વર્માની શાનદાર પાવર હિટિંગ ઇનિંગ્સ બાદ ભારતે અર્શદીપ સિંહની આગેવાની હેઠળના બોલરોના જારદાર પ્રદર્શનને કારણે ચોથી ટી ૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૩૫ રનથી હરાવ્યું હતું.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં એક વિકેટે ૨૮૩ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ ૧૮.૨ ઓવરમાં ૧૪૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપે ત્રણ જ્યારે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ તેણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમ માટે ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલરે મક્કમ ઇનિંગ રમીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બંને બેટ્સમેનના આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વાપસી કરી શકી ન હતી અને વિશાળ સ્કોર સામે ઝઝૂમી હતી.
દક્ષિણ આફ્રિકા માટે સ્ટબ્સે સૌથી વધુ ૪૩ રન બનાવ્યા જ્યારે મિલરે ૩૬ રન બનાવ્યા. માર્કો જેન્સન ૧૨ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૯ રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા છેલ્લી બે મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી ન શકનાર સેમસને ફરી એકવાર સદી ફટકારી હતી જ્યારે તિલક સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. તિલકે ૪૭ બોલમાં નવ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી અણનમ ૧૨૦ રન અને સેમસને ૫૬ બોલમાં છ ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી અણનમ ૧૦૯ રન બનાવ્યા હતા. આ સાથે સેમસન અને તિલકએ ટી૨૦માં ભારત માટે સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી.
તિલકે સાઉથ આફ્રિકા સામે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી અને તે ખાસ યાદીમાં સામેલ થઈ ગયો હતો. તિલક ટી ૨૦ ઈન્ટરનેશનલમાં સતત બે મેચમાં સદી ફટકારનાર વિશ્ર્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. તિલક પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકોન, દક્ષિણ આફ્રિકાના રિલે રોસો, ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને ભારતના સંજુ સેમસન આ કરી ચુક્યા છે.
ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા બેટ્સમેન તિલક ૪૧ બોલમાં તેની સદી પૂરી કરી અને ભારત માટે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા બેટ્સમેન
આભાર – નિહારીકા રવિયા બન્યા છે. ભારત માટે, રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે ૨૦૧૯માં શ્રીલંકા સામે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. આ સાથે, તિલક ટી ૨૦ દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે. તિલક સદી ફટકારે તે પહેલાં, સંજુ સેમસન દ્વિપક્ષીય શ્રેણીમાં બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. સંજુ સેમસને ૧૦મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સને સતત બોલ પર સિક્સર ફટકારી. ઓવરના બીજા બોલ પર તેણે ડીપ મિડ-વિકેટ તરફ સિક્સર ફટકારી. બોલ સ્ટેડિયમમાં બેઠેલી મહિલા પ્રશંસકના ચહેરા પર વાગ્યો હતો. આ પછી સંજુએ ક્રિઝ પરથી જ ફેન્સની માફી માંગી હતી. આ ઓવરમાં ૨૧ રન આવ્યા હતા. સંજુએ ૨૮ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.