માનવાધિકાર કાર્યકર્તા અને પેલેસ્ટાઇન પર યુએનના ખાસ સંવાદદાતા ફ્રાન્સેસ્કા અલ્બેનીઝે ગાઝાની પરિસ્થિતિ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ ગાઝામાં જે કરી રહ્યું છે તેને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. ફ્રાન્સેસ્કાએ પેલેસ્ટાઇનમાં ઇઝરાયલના હુમલાઓ પ્રત્યે વિશ્વના ઠંડા વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ફ્રાન્સેસ્કાએ ખાસ કરીને ઇઝરાયલ સાથે ભારતના સંબંધો સામે વાંધો વ્યક્ત કર્યો છે. ધ હિન્દુ સાથેની વાતચીતમાં, ફ્રાન્સેસ્કાએ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંબંધિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા.
ઇટાલીના વતની અલ્બેનીઝે આ વર્ષે ૨૩ માર્ચે યુએન માનવાધિકાર પરિષદના ૬૧મા સત્રમાં “ટોર્ચર એન્ડ નરસંહાર” નામનો પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં, તેમણે ઓક્ટોબર ૨૦૨૩ થી ઇઝરાયલી પેલેસ્ટિનિયનોની ધરપકડ અને અટકાયતમાં લેવામાં આવેલા લોકોના ત્રાસનું ખાસ વર્ણન કર્યું હતું. તેમના અહેવાલમાં ૧,૫૦૦ બાળકો સહિત ૧૮,૫૦૦ ધરપકડનો ઉલ્લેખ છે.
તે ખૂબ જ સ્પષ્ટ છે કે ઇઝરાયલ પેલેસ્ટિનિયનો સામે અત્યાચાર કરી રહ્યું છે, ખાસ કરીને ગાઝામાં. આ નવો ઇઝરાયલી કાયદો દર્શાવે છે કે ઇઝરાયલ દરરોજ તેની મર્યાદા કેવી રીતે ઓળંગી રહ્યું છે. વિશ્વએ આની વિરુદ્ધ બોલવું જાઈએ. ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારો પર આપણે ચૂપ રહી શકીએ નહીં.
ફ્રાન્સેસ્કા અલ્બેનીઝે ધ હિન્દુ સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે ઇઝરાયલી સેના અને સરકાર ગાઝામાં જે કરી રહી છે તે ક્રૂર છે અને તેને કોઈપણ સંજાગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. પેલેસ્ટિનિયનો પર બોમ્બમારો કરવો, તેમની ધરપકડ કરવી, તેમને તેમના ઘરમાંથી અપહરણ કરીને ગાયબ કરી દેવા, અને મહિલાઓ અને બાળકોનું શોષણ કરવું એ ઇઝરાયલીઓના કૃત્યો છે.
ઇઝરાયલે તાજેતરમાં એક નવો કાયદો ઘડ્યો છે જેમાં ખાસ કરીને પેલેસ્ટિનિયનોની ધરપકડ અને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે. આ કાયદો દર્શાવે છે કે ઇઝરાયલ દરરોજ તેની મર્યાદા કેવી રીતે ઓળંગી રહ્યું છે. દુનિયાએ આ અંગે બોલવું જાઈએ, પરંતુ તેણે કાયરતાપૂર્ણ મૌન જાળવી રાખ્યું છે.
અલ્બેનીઝે વધુમાં કહ્યું, “અમે ઇટાલીમાં સતત પ્રશ્નો ઉઠાવ્યા છે અને અમારી સરકારને પેલેસ્ટાઇન મુદ્દા પર બોલવા માટે દબાણ કર્યું છે. હું ઈચ્છું છું કે ભારતના લોકો આ મુદ્દા પર બોલે અને તેમની સરકાર પર સવાલ ઉઠાવે. ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારો પર આપણે ચૂપ રહી શકીએ નહીં.
અલ્બેનીઝે ભારત-ઇઝરાયલ સંબંધો પર, ખાસ કરીને ગાઝા યુદ્ધ દરમિયાન તેલ અવીવને દિલ્હીના સમર્થન પર દુઃખ વ્યક્ત કર્યું. તેણીએ કહ્યું કે આ બધા વિશે જાણવું કે વાંચવું સારું નથી. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ગુનેગાર જાહેર કર્યા છે અને તેમની સામે વોરંટ જારી કર્યું છે.
ફ્રાન્સેસ્કા અલ્બેનીઝે આરોપ લગાવ્યો, “યુદ્ધ ગુનેગારો ઇઝરાયલ અને નેતન્યાહૂને મદદ કરીને, ભારત આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતને જવાબદારીનો સામનો કરવો પડી શકે છે. જા કે, ભારતમાં આ મુદ્દા પર ઘણી અલગ અલગ સ્થિતિઓ રહી છે. ભારતીય નાગરિક સમાજ અને અન્ય ઘણા લોકો સતત પેલેસ્ટાઇન અને ગાઝા માટે અવાજ ઉઠાવી રહ્યા છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત અંગે ફ્રાન્સેસ્કા અલ્બાનીઝે કહ્યું કે ભારતીય વડા પ્રધાનની ઇઝરાયલ મુલાકાત અને ઇઝરાયલી સંસદમાં તેમના સંબોધનની વ્યાપક ચર્ચા થઈ હતી. આ અંગે ટિપ્પણી કરવી ખૂબ જ વિચિત્ર છે. ઇઝરાયલ સાથે ભારતના લાંબા સમયથી ચાલતા સંબંધોનો દાવો પણ ખોટો છે. ૭૦ વર્ષ પહેલાં ઇઝરાયલનું અસ્તિત્વ નહોતું. ભારત અને વિશ્વએ સમજવું જાઈએ કે ઇઝરાયલ સમગ્ર વિશ્વ વ્યવસ્થાનો નાશ કરી રહ્યું છે.






































