ભારતે એક ધમાકેદાર સિદ્ધી હાંસલ કરીને મોટું મિશન પાર પાડ્યું છે. ભારતે ૪૦૦૦ કિમી દૂરની રેન્જ ધરાવતી અગ્નિ-૪ મિસાઈલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. અગ્નિ-૪ મિસાઈલ પરમાણ શસ્ત્રો લઈ જવા પણ સક્ષમ છે. સંરક્ષણ મંત્રાલયે એવી માહિતી આપી તે ભારતે અગ્નિ-૪ મિસાઈલનું સફળ પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. મંત્રાલયે કહ્યું કે અગ્નિ-૪ મિસાઈલે તમામ માપદંડો પૂરા કરી લીધા છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ જમીન પરથી જમીન પર ત્રાટકનાર અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલનું પણ સફળ ટ્રાયલ કરી ચૂક્યું છે. આ મિસાઈલની મારક ક્ષમતા ૫૦૦૦ કિલોમીટર છે.