(એ.આર.એલ),મુંબઇ,તા.૧૫
બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટવ રહે છે અને તેના ચાહકો સાથે જાડાયેલા રહેવા માટે સતત રસપ્રદ પોસ્ટ શેર કરતી જાવા મળે છે. પરંતુ તાજેતરમાં શમિતાએ કંઈક શેર કર્યું છે જેના કારણે ચાહકો ચિંતિત છે. અભિનેત્રી એક દર્દનાક રોગથી પીડિત છે અને તેના માટે તેણે સર્જરી કરાવવી પડી હતી.
શમિતા શેટ્ટીએ હોÂસ્પટલના બેડ પરથી પોતાનો એક વીડિયો શેર કરીને દુનિયાભરની મહિલાઓને એક મોટો સંદેશ આપ્યો છે. શમિતા આ દિવસોમાં એન્ડોમેટ્રિઓસિસની સમસ્યાથી ઝઝૂમી રહી છે. આ બીમારીની સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. શમિતા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના મિત્રો અને ચાહકોને બીમારી અને સર્જરી વિશે જણાવી રહી છે.
શમિતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર હોસ્પિટલથી એક વીડિયો શેર કર્યો હતો. આમાં તે
તેની બહેન શિલ્પા શેટ્ટી સાથે વાત કરતી જોવા મળી હતી. તે એન્ડોમેટ્રિઓસિસ વિશે વાત કરી રહી છે. આ એક એવો રોગ છે જેમાં ગર્ભાશયની અસ્તર સમાન પેશી ગર્ભાશયની બહાર વધવા લાગે છે. વીડિયોમાં જાઈ શકે છે કે શિલ્પા શેટ્ટી તેની નાની બહેનને પૂછે છે, ‘શું થયું?’ શમિતા કહે છે કે તે એન્ડોમેટ્રિઓસિસ સાથે સંઘર્ષ કરી રહી છે, અને પછી †ીઓને પોતાની સંભાળ રાખવાની અપીલ કરે છે. તેણે કહ્યું, “તમામ મહિલાઓ, કૃપા કરીને ગૂગલ પર એન્ડોમેટ્રિઓસિસ વિશે જાણો. તમારે જાણવાની જરૂર છે કે આ સમસ્યા શું છે કારણ કે તમને પણ એ હોય શકે છે.’
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, એન્ડોમેટ્રિઓસિસ સ્ત્રીઓમાં એક ગંભીર રોગ છે. તે વિશ્વની ૧૦% †ીઓને અસર કરે છે જે માતા બનવા માટે સક્ષમ છે. ભારતની વાત કરીએ તો આંકડાઓ અનુસાર, લગભગ ૨.૫ કરોડ મહિલાઓ એન્ડોમેટ્રિઓસિસનો શિકાર છે. આ એક એવો રોગ છે જે પીરિયડ્‌સ, સંભોગ, આંતરડાની હિલચાલ અથવા પેશાબ દરમિયાન તીવ્ર પીડા, પેલ્વક પેઈન, પેટમાં સોજા, ઉબકા, થાક અને ક્યારેક ડિપ્રેશન, ચિંતા અને વંધ્યત્વનું કારણ બને છે. એન્ડોમેટ્રીયમનું જાખમ જે સ્ત્રીઓનો પારિવારિક ઈતિહાસ હોય તેમાં વધારે હોય છે. નાની ઉંમરે પીરિયડ્‌સ શરૂ થવું પણ આ રોગનું મુખ્ય કારણ માનવામાં આવે છે.