ભારતનો અમેરિકામાં ઈતિહાસઃ ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અવિનાશ સાબલે ૫૦૦૦ મીટર દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ૧૩ઃ૨૫.૬૫ મિનિટમાં રેસ પૂરી કરીને બહાદુર પ્રસાદનો ૩૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. બહાદુરે આ રેકોર્ડ વર્ષ ૧૯૯૨માં બનાવ્યો હતો. અમેરિકાના કેલિફોર્નિયામાં યોજોયેલી રેસમાં અવિનાશ ૧૨માં નંબરે રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમણે નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. નોર્વેના જેકોબે ૧૩ મીટ ૨ સેકન્ડમાં રેસ પૂરી કરી અને સ્પર્ધા જીતી લીધી. તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં ૧૫૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સૌથી ઓછા સમયમાં ૩૦૦૦ મીટર સ્ટીપલચેસ પૂર્ણ કરવાનો રેકોર્ડ અવિનાશ સાબલેના નામે છે. તેમણે ઘણી વખત પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં અવિનાશ સાબલે ૮ઃ૧૮.૧૨ ના સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો, પરંતુ ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ ગયો. આ સ્પર્ધામાં તે સાતમા ક્રમે રહ્યા હતા. આ પહેલા પણ ત્રણ હજોર મીટર સ્ટીપલ ચેઝનો રેકોર્ડ તેના નામે હતો. સેબલે માર્ચ ૨૦૨૧માં ફેડરેશન કપમાં ૮ઃ૨૦.૨૦ મિનિટમાં રેસ પૂરી કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો રહેવાસી અવિનાશ સેનાના સૈનિક છે. ૨૭ વર્ષીય બહાદુર પ્રસાદનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે, જેમણે બ‹મગહામમાં ૧૯૯૨ની ઇવેન્ટમાં ૧૩ઃ૨૯.૭૦ મિનિટમાં રેસ પૂરી કરી હતી. સેબલે ૩૦૦૦ મીટર સ્ટીપલચેસમાં પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ ઘણી વખત તોડ્યો છે. તિરુવનંતપુરમમાં ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ દરમિયાન તેમણે ૮ઃ૧૬.૨૧ મિનિટમાં રેસ પૂરી કરીને સાતમી વખત
પોતાનો જ રેકોર્ડ તોડ્યો. તે ૧૫ જુલાઈથી અમેરિકામાં યોજોનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યો છે.
ભારતીય એથ્લેટિક્સના મુખ્ય કોચ રાધાકૃષ્ણન નાયરે જણાવ્યું હતું કે તેઓ એશિયન ગેમ્સમાં અવિનાશને ૩૦૦૦ મીટર સ્ટીપલચેસ અને ૫૦૦૦ મીટર રેસ બંનેમાં મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યા હતા. તે બંને ઇવેન્ટમાં મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે. એશિયન ગેમ્સ ૧૦ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજોવાની હતી, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને કારણે તેને ૨૦૨૩ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.