સુપ્રીમ કોર્ટે એક ખ્રિસ્તી આર્મી ઓફિસર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી, જેને ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કરવા બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે ખ્રિસ્તી આર્મી ઓફિસરને સખત ઠપકો આપતા કહ્યું કે તેઓ સૈન્યમાં સેવા આપવા માટે અયોગ્ય છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “તે કેવો સંદેશ આપી રહ્યા છે? આ એક આર્મી ઓફિસર દ્વારા ગંભીર અનુશાસનહીનતા છે. તેમને બરતરફ કરવા જાઈતા હતા. આવા ઝઘડાખોર લોકો સેનામાં સેવા આપવા માટે અયોગ્ય છે.”
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “તે એક ઉત્કૃષ્ટ અધિકારી હોઈ શકે છે, પરંતુ તે ભારતીય સેના માટે અયોગ્ય છે. આપણા સશસ્ત્ર દળો હાલમાં જે જવાબદારીઓનો સામનો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આવા વલણને સહન કરી શકાય નહીં.”
સેમ્યુઅલ કમલેશન ૩જી કેવેલરી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ હતા. તેમણે તેમના ઉપરી અધિકારીના ગુરુદ્વારામાં પૂજા કરવા જવાના આદેશનો ઇનકાર કર્યો હતો, તેમના ખ્રિસ્તી ધર્મને અયોગ્ય ગણાવ્યો હતો. ત્યારબાદ તેમને લશ્કરી શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા હતા.
મે મહિનાની શરૂઆતમાં, દિલ્હી હાઈકોર્ટે સેનાના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે કમલેસને “પોતાના ધર્મને તેના ઉપરી અધિકારીઓના આદેશોથી ઉપર રાખ્યો હતો,” જે સ્પષ્ટપણે અનુશાસનહીનતા સમાન હતું. કોર્ટે આને લશ્કરી મૂલ્યોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
આજે, સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ જાયમાલા બાગચીએ ટિપ્પણી કરી હતી કે ભૂતપૂર્વ અધિકારીએ તેમના પાદરીની સલાહ પર પણ ધ્યાન આપ્યું ન હતું. જસ્ટિસ બાગચીએ કહ્યું, “જ્યારે તમારા પાદરી તમને સમજાવે છે, ત્યારે મામલો સમાપ્ત થાય છે. તમે તમારા વ્યક્તિગત અર્થઘટન લાદી શકતા નથી, ખાસ કરીને યુનિફોર્મમાં રહીને.”
કમલેસનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે તેમને એક ભૂલ માટે બરતરફ કરવામાં આવ્યા હતા અને તેમણે હોળી અને દિવાળીની ઉજવણીમાં ભાગ લઈને અન્ય ધર્મો પ્રત્યે આદર દર્શાવ્યો હતો.
શંકરનારાયણને પણ દલીલ કરી હતી કે બંધારણ વ્યક્તિઓને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર અને અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ ન લેવાનો અધિકાર આપે છે. શંકરનારાયણને કહ્યું, “સેનામાં જાડાવાથી કોઈની ધાર્મિક ઓળખ ખોવાઈ જતી નથી. હું ગુરુદ્વારા અને મંદિરમાં ગયો હતો, પરંતુ પ્રાર્થના કરવાનું કહેવામાં આવતાં હું અટકી ગયો. બંધારણ આટલું બધું આપે છે.” જાકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી.








































