મહારાષ્ટ્રના એરંડોલીમાં ભારતીય સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીગ થયું છે. ભારતીય સેનાના એક હેલિકોપ્ટરને સાંગલી જિલ્લાના એરંડોલી ગામમાં એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડીગ કરવું પડ્યું હતું. જા કે આનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, તકનીકી ખામીને કારણે આ કરવું પડ્યું.સેનાનું હેલિકોપ્ટર અચાનક મેદાનમાં ઉતરતાની સાથે જ તેને જાવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. સારી વાત એ છે કે આ હેલિકોપ્ટરમાં સવાર તમામ ૪ સૈનિકો સુરક્ષિત છે. આ ઘટના સવારે ૧૧.૩૦ વાગ્યે બની હતી.
તમને જણાવી દઈએ કે આર્મીનું આ હેલિકોપ્ટર સાંગલીના એરંડોલી ખાતે મેદાનમાં ઈમરજન્સી લેÂન્ડંગ કરતા પહેલા નાસિકથી બેલાગવી માટે રવાના થયું હતું. આ હેલિકોપ્ટરમાં એક પાયલટ અને ૪ સૈનિકો સવાર હતા. સેનાના હેલિકોપ્ટરના લેનડીગના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગામલોકો ખેતરોમાં એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી.
આ પહેલા ગઈકાલે (૩ મે) મહારાષ્ટ્રના મહાડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સદનસીબે અંધારે હેલિકોપ્ટરમાં ચઢે તે પહેલા જ આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટરનો પાયલોટ પણ સલામત રીતે બચી ગયો હતો.
ડિસેમ્બર ૨૦૨૩માં એક ભારતીય વિમાનને પાકિસ્તાનમાં ઈમરજન્સી લેÂન્ડંગ કરવું પડ્યું હતું. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી તેમની ફ્લાઈટને ઈમરજન્સીના કારણે પાકિસ્તાનમાં લેન્ડ કરવામાં આવી હતી. સ્પાઈસજેટે માહિતી આપી હતી કે તેમના બોઈંગ ૭૩૭ એરક્રાફ્ટ એસજી-૧૫ (અમદાવાદ-દુબઈ)ને માર્ગમાં મેડિકલ ઈમરજન્સીના કારણે કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. એરલાઈન્સે કહ્યું કે પ્લેન પાકિસ્તાનના કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું છે.૨૪ નવેમ્બરે ઈન્ડીગો એરલાઈન્સે એ પણ માહિતી આપી હતી કે ઈન્ડીગોની ફ્લાઈટ ૬ઈ ૬૮માં જેદ્દાહ, સાઉદી અરેબિયાથી હૈદરાબાદ જતી મેડિકલ ઈમરજન્સી આવી હતી. આ કારણોસર પ્લેનને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ઈન્ડીગોની ફ્લાઈટ જેદ્દાહથી હૈદરાબાદ આવી રહી હતી ત્યારે એક મુસાફરની તબિયત લથડી હતી.
ઈન્ડીગો એરલાઈન કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્લેનમાં જે મુસાફરની તબિયત બગડી હતી તે પાકિસ્તાનના કરાચીમાં ઉતર્યા બાદ ડોક્ટરોએ તેની કાળજી લીધી હતી. જાકે, કમનસીબે મુસાફર બચી શક્યો ન હતો અને વિમાનમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.