ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાનની સેનાઓ એકબીજાની સામે આવી ગઈ હતી. જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો. ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. નવીનતમ માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાના બે ઘાયલ સૈનિકોના મોત થયા છે. મૃતકોની ઓળખ પાકિસ્તાન વાયુસેનાના હવાલદાર મુહમ્મદ નવીદ અને સિનિયર ટેકનિશિયન મુહમ્મદ અયાઝ શહીદ તરીકે થઈ છે.
ભારતીય સેનાના હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘાયલોમાંથી બેના મોત થયા છે જ્યારે ૭૮ અન્ય ઘાયલોની સારવાર હજુ ચાલુ છે. આ સાથે, પાકિસ્તાન સશસ્ત્ર દળના કુલ માર્યા ગયેલા જવાનોની સંખ્યા ૧૩ પર પહોંચી ગઈ છે.
મંગળવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં એક ડઝનથી વધુ લશ્કરી ઠેકાણાઓ પર ભારતના ચોકસાઇવાળા હુમલામાં પાકિસ્તાન વાયુસેનાના લગભગ ૨૦ ટકા માળખાકીય સુવિધાઓ અને ઘણા પીએએફ ફાઇટર જેટ નાશ પામ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સશસ્ત્ર ડ્રોન અને મિસાઇલોથી ભારતીય લશ્કરી સ્થાપનો અને નાગરિક વિસ્તારો પર હુમલો કરવાના પાકિસ્તાની પ્રયાસોના જવાબમાં કરવામાં આવેલા આ હુમલાઓમાં સરગોધા અને ભોલારી જેવા મુખ્ય દારૂગોળા ડેપો અને હવાઈ મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં ઁછહ્લના હ્લ-૧૬ અને ત્ન-૧૭ ફાઇટર જેટ તૈનાત હતા.
સિંધના જામશોરો જિલ્લામાં ભોલારી એર બેઝ પર થયેલા હુમલામાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ અને ચાર એરમેન સહિત ૫૦ થી વધુ લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન જવાબી હુમલાના ભાગ રૂપે, ભારતે ચકલાલામાં નૂરખાન, શોરકોટમાં રફીકી, ચકવાલમાં મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયા, સરગોધા, સ્કર્દુ, ભોલારી અને જેકોબાબાદમાં લશ્કરી સ્થાપનો અને એરપોર્ટને નિશાન બનાવ્યા હતા.