આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ કબૂલાત કરી છે કે ૭ મેના રોજ બહાવલપુરમાં ભારતીય સેના દ્વારા મસૂદ અઝહરને મારી નાખવામાં આવ્યો હતો. હુમલામાં મસૂદ અઝહરના પરિવારના ટુકડા કરવામાં આવ્યા હતા. આ સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે.મસૂદ ઇલ્યાસ કાશ્મીરીએ ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર હુમલામાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના ટુકડા કરવાની કબૂલાત કરી છે. વીડિયોમાં, કાશ્મીરી મંચ પર આ કબૂલાત દરમિયાન ઇલ્યાસ ચારે બાજુથી સશ† આતંકવાદીઓથી કેવી રીતે ઘેરાયેલો છે તે જાઈ શકાય છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના મનમાંથી ઓપરેશન સિંદૂરનો ડર હજુ સુધી ગયો નથી.૭ મે ૨૦૨૫ના રોજ ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનના બહાવલપુરમાં મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે જૈશ-એ-મોહમ્મદના કથિત મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું.૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં ભારત દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. હકીકતમાં, પહલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. મસૂદ અઝહર પોતે આ વાતની પુષ્ટિ કરે છે. આ દરમિયાન મસૂદ અઝહર ખૂબ રડ્યો અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. મસૂદ અઝહરે કબૂલાત કરી હતી કે ભારતીય હુમલામાં તેના પરિવારના ૧૦ સભ્યો માર્યા ગયા હતા. ૧૯૭૧ના યુદ્ધ પછી પાકિસ્તાનની અંદર ભારતીય લશ્કરી કાર્યવાહીનો આ પહેલો મોટો બનાવ માનવામાં આવે છે.








































