ઉત્તર-પૂર્વ ભારતમાં ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન નજીક ચીન બાંગ્લાદેશને મદદ કરી શકે છે. આ મદદ લાલમોનિરહાટ ખાતે બીજા વિશ્વયુદ્ધ યુગના એરબેઝને ફરીથી શરૂ કરવાના સ્વરૂપમાં આવી શકે છે. લાલમોનિરહાટ બાંગ્લાદેશના રંગપુર વિભાગમાં આવેલું છે અને ભારતીય સરહદથી માત્ર ૧૨-૧૫ કિલોમીટર દૂર છે. તાજેતરમાં કેટલાક ચીની અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. આ એરફિલ્ડ હાલમાં બાંગ્લાદેશ વાયુસેનાના નિયંત્રણ હેઠળ છે, પરંતુ ઘણા દાયકાઓથી તે નિસક્રિય છે. અહેવાલો અનુસાર, ઢાકા તેને ફરી શરૂ કરવા માટે ચીન પાસેથી મદદ માંગી રહ્યું છે.

આ એરબેઝ સિલિગુડી કોરિડોરથી ૧૩૫ કિમી દૂર છે. સિલિગુડી કોરિડોરને ‘ચિકન નેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને જોડતો સાંકડો માર્ગ છે. આ એરફિલ્ડ નાગરિક હેતુ માટે હશે કે લશ્કરી હેતુ માટે, તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક ચીનની હાજરી આ કોરિડોરની સુરક્ષા માટે જોખમી બની શકે છે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના નેતા મોહમ્મદ યુનુસના વિવાદાસ્પદ નિવેદન બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે તાજેતરમાં ચીનને ઉત્તર-પૂર્વ ભારતમાં તેની આર્થિક હાજરી વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં આ અંગે ચિંતા છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશ પર ચીનના સતત પ્રાદેશિક દાવા અંગે. ચીન પોતાના સત્તાવાર નકશામાં અરુણાચલ પ્રદેશને ‘દક્ષિણ તિબેટ’ કહે છે. ઉપરાંત, તે રાજ્યમાં સ્થળોના નામ સતત એકતરફી બદલી રહ્યા છે.

કોલકાતા સ્થીત થિંક ટેન્ક સેન્ટર ફોર રિસર્ચ ઇન ઇન્ડો-બાંગ્લા સ્ટડીઝ અનુસાર, લાલમોનીરહાટ એરફિલ્ડ ૧૯૩૧ માં બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તે દક્ષિણપૂર્વ એશિયામાં સાથી દળો માટે બેઝ તરીકે સેવા આપતું હતું. ભાગલા પછી, પાકિસ્તાને ૧૯૫૮માં ટૂંકા ગાળા માટે નાગરિક ઉડાન માટે એરબેઝ ફરીથી ખોલ્યું. ત્યારથી તે બિનઉપયોગી પડ્યું છે. આ ત્યજી દેવાયેલી સુવિધા ૧,૧૬૬ એકર જમીનને આવરી લે છે. તેમાં ચાર કિલોમીટરનો રનવે, એક મોટો ડામર રસ્તો, એક હેંગર અને એક ટેક્સીવે પણ છે. ૨૦૧૯ માં, શેખ હસીનાની સરકારે આ સ્થળે બંગબંધુ શેખ મુજીબુર રહેમાન એવિએશન અને એરોસ્પેસ યુનિવર્સિટી સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત કરી. આ ઉડ્ડયન એકેડમી બાંગ્લાદેશ વાયુસેના દ્વારા ચલાવવામાં આવે છે અને હાલમાં કાર્યરત છે. બાંગ્લાદેશી મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીમાં, યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે રાષ્ટ્રીય અર્થતંત્રને વેગ આપવા માટે લાલમોનિરહાટ સહિત છ બ્રિટિશ યુગના એરપોર્ટને પુનર્જીવિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પુનર્જીવિત કરવા માટે પસંદ કરાયેલા અન્ય એરપોર્ટ ઇશ્વરદી (પાબના), ઠાકુરગાંવ, શમશેરનગર (મૌલવીબજાર), કોમિલ્લા અને બોગરા ખાતે આવેલા છે.

લાલમોનિરહાટ એરપોર્ટ પ્રોજેક્ટ ઇં૨.૧ બિલિયનના ચીની રોકાણ લોન અને અનુદાનનો ભાગ છે કે કેમ તે સ્પષ્ટ નથી. માર્ચમાં યુનુસની ચીન મુલાકાત દરમિયાન ઢાકાને આ રકમ મળી હતી. સિલિગુડી કોરિડોરની નજીક હોવાથી, લાલમોનિરહાટમાં ચીનનો રસ સમજી શકાય તેવો છે. આ કોરિડોર ભારત માટે એક મહત્વપૂર્ણ ચોક પોઈન્ટ છે. તેના સૌથી સાંકડા બિંદુએ તે ફક્ત ૨૨ કિલોમીટર પહોળું છે. આ લાંબા સમયથી ભારત માટે એક વ્યૂહાત્મક નબળાઈ રહી છે. તે આઠ પૂર્વોત્તર રાજ્યો – અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા – ને દેશના બાકીના ભાગ સાથે જોડે છે. નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે અને ભૂતાન અને ચીનથી થોડાક સો કિલોમીટર દૂર સ્થીત, સિલિગુડી કોરિડોર ભારતમાં નાગરિક અને લશ્કરી પરિવહન બંને માટે એક મહત્વપૂર્ણ જીવનરેખા છે. આ સાંકડા માર્ગમાં કોઈપણ અવરોધ ભારતની પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. તેથી તેની સુરક્ષા એક વ્યૂહાત્મક આવશ્યકતા છે. ભારત-ભૂતાન-ચીન ટ્રાઇ-જંકશન નજીક ચીનની વધતી લશ્કરી હાજરીને કારણે તણાવ વધુ વધ્યો છે. ૨૦૧૭ના ડોકલામ સ્ટેન્ડઓફે કોરિડોરની નબળાઈનો પર્દાફાશ કર્યો, જેના પગલે ભારતે તેની સુરક્ષા મજબૂત બનાવી. ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ચાઇના સ્ટડીઝના પ્રોફેસર શ્રીપર્ણા પાઠકે જણાવ્યું હતું કેઃ “રિપોર્ટ્‌સ સૂચવે છે કે એરબેઝ વિકસાવવામાં ચીનની સંડોવણી શક્ય છે. તેને નાગરિક એરપોર્ટ તરીકે વિકસાવવામાં આવી શકે છે, જોકે એવી આશંકા છે કે તેનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે પણ થઈ શકે છે. આનાથી ચીનને ભારતીય લશ્કરી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં અથવા ચસિલિગુડી કોરિડોર નજીક ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મદદ મળી શકે છે.”

રંગપુર ડિવિઝનમાં એરબેઝમાં રોકાણ કરવામાં બેઇજિંગનો રસ લશ્કરી અને આર્થિક વિચારણાઓનું મિશ્રણ છે. ચીની કંપનીઓ બાંગ્લાદેશમાં સતત રોકાણ વધારી રહી છે. તે રંગપુર નજીક ફેક્ટરી બાંધકામ અને સૌર ઉર્જા પ્લાન્ટના વિકાસ જેવા પ્રોજેક્ટ્‌સ પર કામ કરી રહી છે. આ વિસ્તારમાં એક સેટેલાઇટ સિટી સ્થાપવાની પણ યોજના છે. ઢાકા સ્થીત એક પત્રકારે નામ ન આપવાની શરતે ટીઓઆઇસ્ત્ર ને જણાવ્યું કે આ ફેક્ટરીઓ લગભગ સંપૂર્ણપણે ચીની કામદારો દ્વારા ચલાવવામાં આવે છે. આમાં સ્થાનિક કામદારોની ભાગીદારી ઘણી ઓછી છે. વધુમાં, ચીની કંપનીઓ આ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ અને કનેકટીવિટી પહેલમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ વિસ્તાર ભારતીય સરહદની નજીક આવેલો છે. “હું ચચીનની એર બેઝને પુનર્જીવિત કરવાની યોજના ને બે બાબતોના કુદરતી પરિણામ તરીકે જાઉં છું,” ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ખાતે ચાઇના-તાઇવાન સ્ટડીઝના ફેલો કલ્પીત માનકીરકર કહે છે. એક વાત એ છે કે ચીન પાસે તે પ્રદેશ માટે ચોક્કસ યોજનાઓ છે. આ યોજનાઓ અત્યાર સુધીમાં નિસક્રિયય થઈ ગઈ હશે કારણ કે ચબાંગ્લાદેશી વડા પ્રધાનૃ શેખ હસીના ભારતના હિતોને વધુ ટેકો આપતી હતી. હવે, શાસન પરિવર્તન અને મોહમ્મદ યુનુસના ખુલ્લા પ્રસ્તાવ સાથે કે બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ સ્ત્રોત તરીકે સેવા આપી શકે છે, ચીન ચોક્કસપણે પ્રસ્તાવ ચએરપોર્ટ પ્રોજેક્ટૃ લેવા માટે લલચાશે. તેમણે વધુમાં કહ્યું, ‘અમને હજુ સુધી ખબર નથી કે આ પ્રોજેક્ટ માટે ચીનની શું યોજનાઓ છે. પરંતુ તેનો ઉપયોગ ભારતના બાકીના ભાગથી ઉત્તરપૂર્વ તરફ અને તેનાથી વિપરીત નાગરિક અને લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થઈ શકે છે.’

હસીના સરકારની હકાલપટ્ટી બાદ નવી દિલ્હી બાંગ્લાદેશની ચીન અને પાકિસ્તાન બંને સાથે વધતી મિત્રતા પર નજીકથી નજર રાખી રહ્યું છે. ચીની અધિકારીઓની લાલમોનિરહાટની મુલાકાત પહેલાં, પાકિસ્તાની લશ્કરી અને ગુપ્તચર અધિકારીઓના એક પ્રતિનિધિમંડળે બાંગ્લાદેશના કેટલાક સરહદી વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હોવાના અહેવાલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અગાઉ કહ્યું હતું કે, ‘મેં એક ચોક્કસ દેશ ચપાકિસ્તાનૃ માટે આતંકવાદનું કેન્દ્ર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે તે દેશવાસીઓ, જો તેઓ બીજી કોઈ જગ્યાએ જાય અને તેઓ આપણા પડોશી હોય, તો જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી મને તેની ચિંતા થવી જોઈએ. તેમણે તે જમીનનો ઉપયોગ આતંકવાદીઓને ભારતમાં મોકલવા માટે ન કરવો જોઈએ. એ વાત જાણીતી છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા, ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સના ભારતના ઉત્તરપૂર્વમાં સશસ્ત્ર અલગતાવાદી જૂથો સાથે ઊંડા સંબંધો રહ્યા છે. તેમાંથી ઘણા ૨૦૦૯ સુધી બાંગ્લાદેશી ધરતીથી કાર્યરત હતા, જ્યારે હસીનાના નેતૃત્વ હેઠળના આવામી લીગ સરકારે મોટી કાર્યવાહી શરૂ કરી અને તેમના નેતાઓ અને કાર્યકરોને ભારતીય અધિકારીઓને સોંપી દીધા.