સૂર્યના એ પ્રકાશના કિરણ પુંજને પોતાનામાં આકર્ષિત કરી લે, ધરતીના એ તમામ ખૂણામાંથી પણ જે શ્રેષ્ઠ ગણી શકાય, કુદરતની એ કરામત અને કર્ણ કૃષ્ણ સુધી… સીતા થી સત સુધી… મુરલી થી મોરપીંછ સુધી… સત્યથી સુદર્શન સુધી… દયાથી દેવ સુધી..  આ સર્વેને પોતાનામાં ઉત્પન્ન કરતી.. રમાડતી-પંપાળતી, આશરો આપતી, ધર્મ ધરા ધન્યતા ધરાવતી આ આપણી ભારતીય સંસ્કૃતિ એ ભગવી સંસ્કૃતિ છે. એ વાતમાં શંકાને લેશમાત્ર પણ સ્થાન જ નથી.
સ્નેહનો અપાર અવિરત સાગર સમા વહેડાવતી આ ભગવી સંસ્કૃતી જયારે  દાનવો – દુષ્ટો આ સાગરને સર કરાવવાની મુરખામી ભરી ભૂલ કરે ત્યારે…પૃથ્વી કંપાવતી… જળ જીદ કરતી… આકાશ સમી સૌથી અધ્ધર… દુષ્ટોના અંત અર્થે રચાતી ચાલતી એ ત્સુનામી રણક્ષેત્રે એ રણવીર યોદ્ધાઓ સમાન દુષ્ટોનો સંહાર કરે છે. અને કપિલ કૃષ્ણ કહેલ વેણ સિદ્ધ સાર્થક કરતા ભગવદ ગીતાજીનો શ્લોક
“યદા યદા હિ ધર્મસ્ય,
ગ્લાનિભર્વતી ભારત,
અભ્યુત્થાનં ધર્મસ્ય…
ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે.” એ શ્લોક પરંપરાગત પુરવાર કરે છે.
રવી રત્ન રામના ચરણરજ થી રમતી આ રામેશ્વર ભૂમિ. કપીલ કૃષ્ણના કર્મથી ચાલતી આ ધરા. મુરલીથી મન હરી આનંદની અનુભૂતિ કરાવતી આ પાવન સંસ્કૃતિ, પ્રકાશથી પથરાયેલી ચાદરમાં પ્રકાશિત થતી આ ભારતીય સંસ્કૃતીની અદભુત પ્રકૃતિ દેન. સત-ચિત્ત- આનંદના અવીરત વહેતી આ પવનની લહેરો.  જટાધારી,રુદ્રધારી, ભસ્મધારી, ધૈર્યધારી, સત્યધારી, સતધારી, સંસ્કૃતીધારી, શ્રેષ્ઠતાધારી , આનંદધારી,અનંત રૂદ્ર અને રમ્ય સ્વરૂપ ધારી એ અઘોરીના તપથી તપતી આ ભારતીય સંસ્કૃતિ… આ ભગવી સંસ્કૃતિ… માનવથી માનવ અને આત્માથી પરમાત્મા સુધી પહોંચાડવા માટેની એકમાત્ર ભૂમિ છે.
આજે આપણે જ આપણી આ વિશ્વશ્રેષ્ઠ ઈશ્વરનેય પ્રિય થી પ્રિય એ ભારતીય સંસ્કૃતી એ ભગવી સંસ્કૃતી વિશે દિવસે ને દિવસે અજાણ બનતા જઈએ છીએ. જેનું પરીણામ હિન્દુસ્તાનના આવનાર સમય માટે ભયંકર સ્થિતી ઉત્પન કરે તેવું આવવાનું છે. માટે આજે સમય આવ્યો છે…. સ્વથી સમર્પણ કરવાનો..કર્મ થી કરમુક્ત થવાનો..વિશ થી દુસ્ટોનો વિનાશ કરવાનો.. વય થી વરુણ બની વરસવાનો.. મુરલીધર કૃષ્ણ થી સુદર્શન ધારક કૃષ્ણ બનવાનો..સત્યના પ્રહાર થી અસત્યને તોડવાનો.. દયાભાવના થી નિર્દય માનવના હૃદયમાં પ્રેમનો સાગર વહેડાવવાનો.. અને તારું – મારું ને એકતા ના મંચ પર લાવી એકતા દર્શાવવાનો.. જીવ દયાને દરેકમાં હ્દયમાં સ્થાપીત કરવાનો.. અને ધર્મ વિજયનો અડગ ધ્વજ ભગવી સંસ્કૃતિને અર્પણ કરવાનો. તો ચાલો સૌ સાથે મળીને સત્યના સાતત્યને સર્વમાં સમાવીને સમાન બનીએ-બનાવીએ.
આપણી ભગવી સંસ્કૃતી એ ઈશ્વરને પણ પ્રિય છે. કારણ કે ; આપણી ભગવી ભારતીય સંસ્કૃતી એ હિંસાને સદાય ત્યાગે છે અને ધર્મ, ઇશ્વર કે તમે જે કોઇ શક્તિને માનો છો  તે સર્વેનો અંતે ઉદ્દેશ્ય એક જ છે આત્માથી પરમાત્મા. દરેકને જીવવાનો અધિકાર છે માટે ભગવી સંસ્કૃતી આ અધિકારને અધિક થી અધિક રક્ષણ પ્રદાન કરી ઈશ્વરના પરમતત્વ સમું કાર્ય કરે છે. માટે આજે પણ સત-ચિત્ત – આનંદ, સત્ય-પ્રેમ-કરુણા ની અનુભૂતિ,ધૈર્ય,સફળતા, સત્યતા, સર્વમાં એકતા,  શસ્ત્રથી શાસ્ત્ર રક્ષણ, આ અનંત સર્વને પોતાનામાં સમાવી શ્રેષ્ઠ ભગવી  સંસ્કૃતિ બની છે.
જ્યારે સમગ્ર જગત અસત્ય,અધર્મ, ભ્રમની પથારીમાં ઘસઘસાટ ઊંઘી રહેલું હોય, તેવા સમયે સૂર્યોદય સમા સુરજ કિરણ ગતિ માફક.. વાયુવેગે વહેતા વમળ માફક.. અનંત અગણિત અવીરત ચાલતા એ વિચારોની ગતી માફક.. ભારતીય સંસ્કૃતિ-ભગવી સંસ્કૃતિ એ ધર્મનું દર્શન કરાવે છે. સત્યનો સૂર્યોદય કરાવે છે. સર્વમાં સુખની સરીતા વહેવડાવે છે. આ જોઈ-અનુભવી અંતરમાં ટાઢક પ્રવર્તે છે.
આવો ભારતનાં ભવ્ય ભગીરથ ભગવાને હૃદયમાં વસાવી-વહેડાવીએ. ધર્મ અર્થે, સત્ય અર્થે, સર્વ કલ્યાણ અર્થે, દુષ્ટ – દુરચારી – દાનવોનો નાશ કરીએ.  પ્રેમની સરીતામાં સર્વને નવડાવીએ..હર્ષની વર્ષામાં સર્વને ભીંજવીએ..સત્યના સુર્યતાપમાં સર્વને તપાવીએ.. સમાનતાના એ ભગવાને સર્વમાં સ્થાપીત કરી હિન્દુસ્તાનના સ્વાભિમાનને મસ્તક ઉપર ધારણ કરીએ.વંદે માતરમ.