લીલીયાના ગોઢાવદરમાં શ્રમિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૭ ગામના વિશ્વકર્મા અને શ્રમયોગી કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. સંઘ વિશે પ્રવચન અને માહિતી સંઘનાં અધ્યક્ષ જગદીશભાઈ વ્યાસ અમરેલી દ્વારા આપવામાં આવી હતી. આ તકે ભાજપનાં લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, હિંમતભાઈ ગજેરા, વિપુલભાઈ દુધાત, ભીખાલાલ ધોરાજીયા, આનંદભાઈ ધાનાણી, વિજયભાઈ ગજેરા, ધનસુખભાઈ નારોલા, નરેન્દ્રભાઈ હેલૈયા, સુરેશભાઈ ગજેરા, હરજીભાઈ રાઠોડ, બાબુભાઈ ધામત, કરમશીભાઈ ભુવા, ગોકળબાપા અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.