ભારત ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વૈશ્વિક કલક પર દેશની બોલબાલા છે. આ દેશની અસ્મિ્તા ગૌરવવંત છે. ઋષિઓ, મહાત્માઓ, સંતો પ્રબુદ્ધ સાક્ષરોની ભૂમિ છે. પ્રાચીન સમયથી સામર્થ્ય સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બૌદ્ધિક નવજાગૃતિ લાવવાનું કાર્ય કરતો દેશ છે. આાયાતી-લૂંટારૂ પ્રજા આવી પ્રપંચ અને કૂટનીતિનો પાશવી માર્ગ અપનાવી અનેક પ્રજાએ આ દેશને લૂંટ્યો છે.
તેમ છતાંય ત્યાગ-તર્પણની ભૂમિએ તેમને દૂધમાં સાકર ભળે તેમ પનારો આપ્યો છે.
હિંદુસ્તાનમાં હિન્દુ હોવાનું ગૌરવ દરેક પ્રજાને ફરજિયાત હોવુ જાઈએ. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ‘‘ગર્વસે કહો હમ હિંદુ હૈ’’ સિધુ શબ્દનો અપ્રભંશ થતા હિન્દુ થયો, આ દેશનું ગૌરવ દરેક ભારતીયોને અચૂક હોવું જાઈએ. રાષ્ટ્ર પહેલાનો નૈતિક ધર્મ હોવો જાઈએ. જે દેશનું અનાજ ખાતા હોય તે દેશને વફાદાર રહેવુ ફરજિયાત હોવુ જાઈએ. દેશને આઝાદી અપવાનાર દેશના નવ યુવાનો મા ભારતીની રક્ષા કાજે શહીદ થયા છે. વંદે માતરમ્‌ અને ઈન્કલાબ ઝિન્દાબાદને રાષ્ટ્રીય સૂત્ર બનાવી દેવાની તાની જરૂરિયાત છે. આપણા દેશમાં રહીને પાકિસ્તાનને સ્નેહ કરનારા તત્વોને ઉખાડી ફેકવા પડશે. હજુ આપણા દેશમાં સવાયા અંગ્રેજા જીવે છે. બિનસાંપ્રદાયિકતાના નામે દેશની ગરીમાને લાંછન લગાડનાર દેશદ્રોહી તત્વોને નષ્ટ કરવા પડશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ રાષ્ટ્રભાવના અને સાંસ્કૃતિક સંદર્ભે ઉત્કર્ષ કાર્ય કરી રહ્યા છે. સંઘનું કાર્ય હિન્દુઓને જાડવાનું છે. સનાતન સંસ્કૃતિનુ સંવર્ધન કરવાનું છે. સંઘની ભગીની સંસ્થાઓ વિવિધ વિષયો પર કાર્ય કરી રહી છે.
ભારતીય વિચાર સંઘ-છેલ્લા ૩૧ વર્ષથી બૌદ્ધિક ક્ષેત્રે જ્ઞાનાત્મક પ્રકલ્પનું કાર્ય કરે છે. રાષ્ટ્ર નિમાર્ણ માટે બૌદ્ધિક નાગરિકોને તૈયાર કરવાનું
ભગીરથ કાર્ય કરે છે. શિસ્તબદ્ધ પ્રાંતીય બેઠક થાય છે. વિવિધ જવાબદારીઓની કાર્ય સોંપણી નિષ્ઠાથી થાય છે.
ભારતીય વિચારમંચ દ્વારા અત્યાર સુધી ૭પ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. રાષ્ટ્ર નિમાર્ણ માટે આ પુસ્તકો સોનામાં સુંગધ ભરશે. તેના ઉચ્ચકોટીના લેખકો દ્વારા લેખન કાર્ય થયુ છે. વિચાર સંદેશ દ્વારા દેશ, સમાજ અને સંસ્કૃતિને બહુમુખી વિકાસ કોઈપણ રાષ્ટ્રમાં રહેનાર વ્યક્તિઓના સ્તર ઉપર નિર્ભર કરે છે. સુસંસ્કૃત, સભ્ય, સુશિક્ષિત પરિશ્રમી તથા પ્રભાવશાળી વ્યક્તિઓની સંખ્યા છે. પણ સમાજમાં વધારે હશે ત્યારે જ દેશ પ્રગતિ અને વિકાસાત્મક માર્ગે આગળ વધી શકે છે. દેશને બૌદ્ધિક રીતે આગળ લાવવા માટે સર્વાંગી દ્રષ્ટિકોણવાળા પ્રબુદ્ધ નાગરિકોએ આગળ આવવું પડશે.
ભારતીય સંસ્કૃતિમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ નો આવિર્ભાવ નિરંતર જાવા મળે છે. ભગવદગીતાના કર્મના સિદ્ધાંત પ્રમાણે સર્વોતમ દેશ સેવાના બૌદ્ધિક કાર્યો ભારતીય વિચાર મંચ દ્વારા રાજયમાં થઈ રહ્યા છે. જુદા જુદા વિષયોને ધ્યાનમાં રાખી ગોષ્ઠી-ચર્ચા-પ્રવચન અને વિચાર વિર્મશ નિયમિત થઈ રહ્યો છે. કોઈ પણ કાર્ય ઉદ્યમ કરાવાથી સિદ્ધ થાય છે. જેમ સુતેલા સિંહના મુખમાં હરણ પોતાની જાતે નથી જતા રહેતા તેના માટે પુરુષાર્થ કરવો પડે છે. માત્ર ભાષણો કે મોટી મોટી વાતો કરવાથી દેશસેવા નહી થઈ શકે રાષ્ટ્રની પ્રજા સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે. ત્યારે આપણા દ્ધારા વિકાસત્મક બાબતો બૌદ્ધિક લોકોએ સમાજ સમક્ષ લઈ જવી પડશે. ભારતીય વિચારમંચ દ્વારા સમાજના બુદ્ધિશાળી આયામો નિમાર્ણ કર્યા છે. તેમા સમર્થ કાર્ય, કાર્યકર્તોઓ કરવુ પડશે. પ્રચાર-પ્રસાર એ આજની ટેકનોલોજી સમયની તાતી જરૂરિયાત છે. આપણા કાર્યથી ડાબેરી કે માર્કસવાદી-કોંગ્રેસી હોય તેને રાષ્ટ્રને પ્રબુદ્ધ બનાવવાની ભાવના ઉભી કરવી તેજ શ્રેષ્ઠ કાર્યકરની ફરજ છે.
આચરણ દ્વારા અમલ તે ભારતીય વિચાર મંચનો બૌદ્ધિક જીવન મંત્ર રહ્યો છે. વિચાર મંથન દ્વારા દેશના વિવિધ વિષયો પર ચિંતન અને મંથન થાય છે. જયારે વિચાર સંદેશ-ઈ-મેગેઝિન પ્રકાશિત થાય છે. પાયાના કાર્યકર તરીકે ભારતીય પ્રયાસો કરવા જ રહ્યા. આદર્શ ભારત નિમાર્ણ માટે બધાએ સહિયારો પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. માતૃભૂમિ સદા વત્સલે તેમાંજ તેજ અને પ્રકાશ છે. ગુરૂજીના વિચારો અને મૂલ્યોનું કાર્યકર્તાઓ સમાજમાં સિંચન થાય તે જરૂરી છે. વિચાર સંદેશ અને વિચારમંથનનું આપણે બધા વાંચન અને અચૂક લવાજમ ભરીએ. પુસ્તકો પણ ખરીદવા જાઈએ. સેવા એ પરમો ધર્મ છે. ભારતીય વિચાર મંચના માધ્યમથી રાષ્ટ્રસેવા કરવાનું કાર્ય પ્રાપ્ત થયુ છે. તે સદૈય કાર્ય કરતા રહીએ. એજ તેનો મહામૂલો ધ્યેય છે.