હાલમાં સમગ્ર વિશ્વમાં અશાંતિનો માહોલ છે અને વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું જાવા મળી રહ્યું છે. આવા સમયે ભારત તરફથી ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક પછી એક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય વાયુસેનાએ પણ મોટો નિર્ણય લીધો છે. વાયુસેના તેની જરૂરિયાતની તમામ વસ્તુઓ ભારતમાં બનાવવાનું વિચારી રહી છે. વાયુસેનાએ આ કામ પૂર્ણ કરવા માટે સમય પણ નક્કી કર્યો છે.
વાસ્તવમાં, ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે આ માહિતી આપી છે. એરફોર્સ ડેના થોડા દિવસો પહેલા, તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષની ચર્ચા કરી હતી. આ દરમિયાન વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે ભવિષ્યમાં સુરક્ષાના કોઈપણ પડકારનો સામનો કરવા માટે સ્વદેશી શ† પ્રણાલી હોવી જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેના ૨૦૪૭ સુધીમાં ભારતમાં તેના તમામ સામાનનું ઉત્પાદન કરવા પર વિચાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે ૮ ઓક્ટોબરે એરફોર્સ ડે મનાવવામાં આવે છે.
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે પણ પ્રેસ કોન્ફરન્સમાં ચીનનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે ન્છઝ્ર પર ખૂબ જ ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. ચીન આ કામ ખાસ કરીને લદ્દાખ સેક્ટરમાં કરી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નનો જવાબ આપતા એરફોર્સ ચીફે કહ્યું કે રશિયાએ ભારતને જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમના ત્રણ યુનિટ સપ્લાય કર્યા છે. રશિયાએ આગામી વર્ષ સુધીમાં જી-૪૦૦ના બાકીના બે યુનિટ સપ્લાય કરવાનું વચન આપ્યું છે.